કાર્તિક આર્યનના મામા-મામીનું મુંબઈ હોર્ડિંગ દુર્ઘટનામાં મૃત્યુ, અંતિમ સંસ્કારમાં દેખાયો અભિનેતા
- મુંબઈના હોર્ડિંગ અકસ્માતમાં કાર્તિક આર્યનના મામા- મામીનું પણ અવસાન થયું છે. અકસ્માતના લગભગ 56 કલાક બાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ આઘાતજનક સમાચારે અભિનેતાને દુઃખી કરી દીધો છે
17 મે, શુક્રવારઃ 13 મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના બની હતી. હવે તેને સંબંધિત વધુ એક દુઃખદ અપડેટ સામે આવ્યું છે. મુંબઈના આ હોર્ડિંગ અકસ્માતમાં કાર્તિક આર્યનના મામા-મામીનું પણ અવસાન થયું છે. અકસ્માતના લગભગ 56 કલાક બાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ આઘાતજનક સમાચારે અભિનેતાને દુઃખી કરી દીધો છે. અભિનેતા કાર્તિક આર્યન તેના પરિવાર સાથે 16 મેના રોજ એટલે કે ગઈકાલે બપોરે અંતિમ સંસ્કાર માટે પહોંચ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 74 લોકો ઘાયલ થયા છે.
કાર્તિક આર્યનના મામા-મામીનું મૃત્યુ
ઘાટકોપર હોર્ડિંગ્સ દુર્ઘટનામાં ઘટનાના 3 દિવસ બાદ કારમાંથી જે મતૃદેહો બહાર કાઢવામાં આવ્યા છે તે કાર્તિક આર્યનના મામા મામી અને ઈન્દોર એરપોર્ટના પૂર્વ ડિરેક્ટર મનોજ ચંસોરિયા અને તેમની પત્ની અનિતા ચંસોરિયાના હતા. કાર્તિક આર્યનના મામા મામી જબલપુર સિવિલ લાઈન સ્થિત મરિયમ ચોકમાં રહેતા હતા અને તેઓ ઈન્દોર થઈને જબલપુર પરત ફરી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી હતી.
કાર્તિક આર્યન મામા-મામીના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યો
કાર્તિક આર્યનના મામા-મામી 13 મેના રોજ મુંબઈથી ઈન્દોરના રસ્તે જબલપુર પરત ફરી રહ્યા હતા ત્યારે સાંજે લગભગ 4.30 વાગ્યે તેઓ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પંત નગરમાં એક પેટ્રોલ પંપ પર પોતાની કારમાં પેટ્રોલ ભરવા માટે રોકાયા હતા અને ત્યાંજ તેમની કાર HR 26 EL 9373 હોર્ડિંગની ઝપટમાં આવી ગઈ હતી. આ ઘટનામાં દટાઈ જવાને કારણે તેમનું મૃત્યું થયું હતું. ઘટના બાદ અમેરિકાથી યશ અને જબલપુરથી મૃતક મનોજના જીજા ડો.પરમલ સ્વામી, મધુ સ્વામી અને વિનય નેમા પણ મુંબઈ પહોંચ્યા હતા.
કાર્તિક આર્યન અચાનક આવી પડેલા દુઃખથી વ્યથિત દેખાયો
આ અચાનક બનેલી ઘટનાથી કાર્તિકના પરિવારને મોટો આંચકો લાગ્યો છે. કાર્તિક આર્યન તેના મામા-મામીના અંતિમ સંસ્કારમાં સફેદ કુર્તા શર્ટ અને ડેનિમ બ્લૂ જીન્સમાં માથા પર સફેદ રૂમાલ બાંધીને જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ કૈટરિનાએ પતિના બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી, ખુશ દેખાયો વિક્કી