CIAની હાર્ટ એટેક ગન અને અંદર માછલીનું ઝેર: જાણો શું છે આ રહસ્ય ?
- પિસ્તોલના હુમલાથી મૃતકના શરીર પર કોઈ નિશાન જોવા મળતા નહીં
HD ન્યૂઝ ડેસ્ક, 17 મે: 49 વર્ષ પહેલા એટલે કે 1975માં અમેરિકાની સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (CIA)એ એક એવા ગુપ્ત હથિયારનો ખુલાસો કર્યો હતો જેણે તે સમયે દુનિયાને હચમચાવી દીધી હતી. આ ગુપ્ત હથિયારનું નામ ‘હાર્ટ એટેક ગન’ છે. આ પિસ્તોલથી ગોળીઓ નહીં પરંતુ ઝેરની ડાર્ટ નીકળતી હતી. જે કોઈની હત્યા કરવા માટે મહાન હથિયાર સાબિત થતું હતું. જેમાંથી હુમલા સમયે ન તો અવાજ આવતો હતો, ન તો આગ નીકળતી હતી કે ન તો ધુમાડો નીકળતો હતો. પરંતુ CIAની આ ગુપ્ત પિસ્તોલમાંથી માત્ર બરફની સોય(ડાર્ટ) નીકળતી હતી. જેમાં માછલીનું ઝેર હતું. આ ડાર્ટ જેને પણ વાગતું હતું તેને હાર્ટ એટેક આવતો હતો અને દુશ્મન આરામથી મરી જતો હતો અને કોઈને શંકા પણ થશે નહીં. અમેરિકાના આ ગુપ્ત હથિયાર વિશે, જાણો…
જે વ્યક્તિને આ ઝેરી સોય વાગતી હતી તેને એમ જ લાગતું હતું કે તેને મચ્છર કરડ્યું છે. ઝેર નસોમાં થઈને સીધું હૃદય સુધી પહોંચી જતું હતું. હૃદય સુધી ઝેર પહોંચતાની સાથે જ તે કામ કરવાનું બંધ કરી દેતું હતું. ડાર્ટ વાગવાથી હાર્ટ એટેક આવતો અને વ્યક્તિ થોડી જ મિનિટોમાં મૃત્યુ પામતો હતો. જેથી આ પિસ્તોલનું નામ હાર્ટ એટેક ગન(Heart Attack Gun) રાખવામાં આવ્યું હતું અને આ ગનના ઉપયોગથી મૃત્યુનો કોઈ પુરાવો પણ રહેતો ન હતો.
જુઓ, આ પિસ્તોલનો વીડિયો
In 1975, the CIA unveiled a lethal weapon known colloquially as the “heart attack” gun. This unique firearm operated on battery power and shot a dart made of ice, which contained a deadly shellfish toxin. Once the dart penetrated the victim’s body, it would dissolve, leaving just… pic.twitter.com/dSyEG2Gg8Y
— Historic Vids (@historyinmemes) May 15, 2024
આ પિસ્તોલ વડે હુમલાથી મૃતકના શરીર પર એક નાનું-નાનું લાલ છિદ્ર દેખાઈ છે, જેમ કે મચ્છર કરડવાથી બને છે. તબીબી તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જાણવા મળતું હતું. જ્યારે CIA એજન્ટોએ તેનો ઉપયોગ હત્યા માટે કર્યો હતો. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે CIAના ડાયરેક્ટર વિલિયમ કોલ્બીએ એક કમિટી સમક્ષ હાજર થવું પડ્યું. પછી તેણે આ પિસ્તોલ ત્યાં જાહેર કરી.
CIAના ડાયરેક્ટરે પોતે પિસ્તોલની વિગતો જાહેર કરી હતી
This is wild!
CIA revealed a “heart attack” gun in 1975. A battery operated gun that fires a dart of ice and shellfish toxin. Once inside the body, it would melt leaving only a small red mark on the victim where it entered. The official cause of death would always be a heart… pic.twitter.com/Rvc9Ng4rKn
— bstrat515 👑💛 (@bstrat515) May 4, 2024
ડાયરેક્ટર વિલિયમ કોલ્બીએ આ બંદૂકની તમામ વિશેષતાઓ જણાવી. તેનો વિકાસ કેવી રીતે થયો તે પણ જણાવ્યું. તેના ફાયદા અને ગેરફાયદા પણ સમજાવ્યા સમજાવો. એટલું જ નહીં, તેમણે સમિતિના સભ્યોને પિસ્તોલ આપી અને કહ્યું કે, તમે તેનો ઉપયોગ જાતે કરી શકો છો. પરંતુ આજદિન સુધી એ જાણવા મળ્યું નથી કે આ સમિતિની બેઠક પછી હાર્ટ એટેક ગનનું શું થયું? પરંતુ હથિયારોના ઇતિહાસમાં, આ અમેરિકા દ્વારા બનાવવામાં આવેલું સૌથી ગુપ્ત હથિયાર હતું.
હાર્ટ એટેક ગનની સોયની અંદર શું હતું?
આ પિસ્તોલ બેટરીથી ચાલતી હતી. તેમાં વપરાયેલી સોય બરફમાંથી બનાવવામાં આવતી હતી. જેમાં છીપ(શેલફીશ)નું ઝેર ભરેલું હતું. ડાર્ટ મારતાની સાથે જ બરફની બનેલી સોય શરીરમાં પ્રવેશી જતી હતી. શરીરની ગરમીને કારણે સોય ઓગળી જતી અને તેની અંદર રહેલું છીપનું ઝેર નસો દ્વારા હૃદય સુધી પહોંચતું. જેના પછી તરત જ હાર્ટ એટેક આવતો હતો.
આ પણ જુઓ: પાણીના નળને પણ લોક લગાવ્યું જુઓ આ ગજબનો જુગાડ, જુઓ વાયરલ વીડિયો