એજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

જૂનાગઢ કૃષિ યુનિ.ના ૧૩ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય તાલીમ માટે બેંગકોક મોકલાશે

Text To Speech

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણના આઈ.ડી.પી.આઈ.સી.એ.આર. કાર્યક્રમ અંતર્ગત કુલ-૧૩ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય તાલીમ માટે થાઈલેન્ડના બેંગકોક ખાતેના એશિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં બે મહિના માટે મોકલવામાં આવનાર છે. આ આંતરરાષ્ટ્રીય તાલીમનું પ્રિ-ડિપાર્ચર અને સેન્ડ ઓફ સેરેમની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી.
તાલીમનો સંપુર્ણ ખર્ચ યુનિવર્સિટી દ્વારા ભોગવવામાં આવશે
આ પ્રસંગે રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમના રાષ્ટ્રીય સંયોજક ડો. પી. રામાસુન્દરમ અને એશિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના જીઓ ઇન્ફોર્મેટીક સેન્ટરના ડાયરેક્ટર ડો. મંજુલ કુમાર હજારિકા બેંગકોકથી વર્ચ્યુલી જોડાયા હતા અને તેમણે પ્રસંગોચિત સંબોધન કરીને વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. આ આંતરરાષ્ટ્રીય તાલીમનો સંપૂર્ણ ખર્ચ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી.-આઈ. સી.એ.આર. હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા થનાર છે.
અત્યાર સુધીમાં ૩૪ વિદ્યાર્થીઓને અંતરરાષ્ટ્રીય તાલીમ માટે મોકલવામાં આવ્યા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ નરેન્દ્રકુમાર ગોન્ટિયાએ જણાવ્યુ કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં ૩૪ વિદ્યાર્થીઓને અંતરરાષ્ટ્રીય તાલીમ માટે અમેરિકા, ઇઝરાયેલ, તાઇવાન અને બેંગકોક ખાતે મોકલવામાં આવ્યા છે. આ વખતે પણ એક સાથે ૧૩ વિદ્યાર્થીઓને એશિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી, બેંગકોક-થાઈલેન્ડ મોકલી રહ્યા છીએ. ત્યારે આ આંતરરાષ્ટ્રીય તાલીમ તેમના માટે એક સુવર્ણ તક સમાન છે, જેના દ્વારા આ વિદ્યાર્થીઓના એક ઉજ્જવળ ભવિષ્યનો નવો રસ્તો ખુલનાર છે.

મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને અપાયા અભિનંદન અને સુચારૂ તાલીમ લેવાની અપાઈ સલાહ
આ કાર્યક્રમમાં કુલસચિવ  ડો.કલ્પેશ કુમાર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સહ સંશોધન નિયામક ડો. પી. મોહનોત, કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય ડો. એસ.જી. સાવલીયા, બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય ડો. ડી.કે. વરુ, પી.જી.આઈ. એ.બી.એમના આચાર્ય ડો. સી.ડી. લખલાણી, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિના ડાયરેક્ટર ડો. આર. એમ. સોલંકી, કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ વિદેશ જતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તાલીમ યોગ્ય રીતે પૂર્ણ કરવાની સલાહ આપી હતી.

 

Back to top button