ગુજરાત: સિરામિક-ઉદ્યોગ પર મુશ્કેલીના વાદળ, અમેરિકામાં ભારતની ટાઇલ્સ પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી
- મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વધુ એક ખરાબ પરિસ્થિતિ ઉભી થઇ
- એક તરફ્ ડોમેસ્ટિક માર્કેટમાં માગ ઓછી થઇ રહી છે
- ડયૂટી કેટલી લાગશે તેનો નિર્ણય આગામી 2 મહિનામાં આવશે
ગુજરાતમાં સિરામિક-ઉદ્યોગ પર મુશ્કેલીના વાદળ, અમેરિકામાં ભારતની ટાઇલ્સ પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાગશે. અમેરિતાના ઉત્પાદકોએ ભારતથી આયાત થતી ટાઈલ્સ પર 800% એન્ટિ ડમ્પિંગ ડયૂટીની માગ કરી છે. દર વર્ષે મોરબીથી 1,600 કરોડથી વધારેની સિરામિક ટાઇલ્સની અમેરિકામાં નિકાસ થાય છે. તેમજ ડયૂટી કેટલી લાગશે તેનો નિર્ણય આગામી 2 મહિનામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ: મોટી કંપનીઓના નામનું વોટ્સએપ-ગ્રૂપમાં જોડાતા પહેલા સાવધાન
એક તરફ્ ડોમેસ્ટિક માર્કેટમાં માગ ઓછી થઇ રહી છે
એક તરફ્ ડોમેસ્ટિક માર્કેટમાં માગ ઓછી થઇ રહી છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વધુ એક ખરાબ પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. સિરામિક ટાઈલ્સ નિકાસના મુખ્ય બજારમાંના એક અમેરિકામાં ભારતીય ટાઈલ્સ ઉપર એન્ટિ ડમ્પિંગ ડયૂટી નાખવાની રજૂઆત થઇ છે. અમેરિકાના સિરામિક ટાઈલ્સ ઉત્પાદકોએ સ્થાનિક બજાર કરતા નીચા ભાવે આયાત થતી હોવાની ફરિયાદ કરીને ભારતીય સિરામિક ટાઈલ્સ ઉપર 800% સુધીની એન્ટિ ડમ્પિંગ ડયૂટી નાખવા માટે રજૂઆત કરી છે. US ઇન્ટરનેશનલ ટ્રેડ કમીશન અને US ડીપાર્ટમેન્ટ ઓફ્ કોમર્સ આ મુદ્દાને ચકાસી રહ્યું છે. જો અમેરિકાની સરકાર ભારતથી આયાત થતી ટાઈલ્સ પર ઉંચી ડયૂટી નાખશે તો તેની સૌથી વધુ અસર ગુજરાતના મોરબી સિરામિક ક્લસ્ટરને થશે.
કુલ નિકાસમાં અમેરિકાની હિસ્સેદારી આશરે 10% જેવી છે
સિરામિક ટાઈલ્સ ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે 10% આસપાસ એન્ટિ ડમ્પિંગ ડયૂટી નાખવામાં આવે તો વાંધો નહિ આવે પણ જો વધારે હશે તો અમેરિકામાં થતી આયાતમાં ઘટાડો થઇ શકે છે. ડયૂટી કેટલી લાગશે તેનો નિર્ણય આગામી 2 મહિનામાં આવશે. આ રજૂઆત બાદ નવા ઓર્ડરની પૂછપરછ થોડી ધીમી પડી છે. જુના ઓર્ડર હાલ નિકાસ થઇ રહ્યા છે. બંને દેશના આયાત અને નિકાસકારો શું નિર્ણય આવે છે તેની રાહ જોઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અંદાજે રૂ. 1,600 કરોડની ટાઈલ્સ અમેરિકામાં નિકાસ કરવામાં આવી હતી. કુલ નિકાસમાં અમેરિકાની હિસ્સેદારી આશરે 10% જેવી છે.