ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, આ શહેરોમાં યલો એલર્ટ જાહેર

Text To Speech
  • પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી
  • રાજ્યના 12 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર ગયુ
  • ગરમી વધતા IMD દ્વારા એડવાઇઝરી અપાઈ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં આજે રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ છે. તેમજ રાજ્યના કેટલાક ભાગોમાં સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. વલસાડમાં 3 દિવસ સીવિયર હીટવેવની આગાહી છે. તથા કચ્છ, ગીર સોમનાથ, ભાવનગરમાં હીટવેવની આગાહી છે.

પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી

પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી છે. તેમજ રાજ્યના 12 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર ગયુ છે. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 43.6 ડિગ્રી છે. તેમજ ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, ડીસામાં 43.6 ડિગ્રી તથા વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 42.2 ડિગ્રી અને રાજકોટમાં 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તથા ભુજમાં 42.9 ડિગ્રી, કંડલામાં 42.5 ડિગ્રી અને રાજકોટમાં 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન રહ્યું છે.

ગરમી વધતા IMD દ્વારા એડવાઇઝરી અપાઈ

ગરમી વધતા IMD દ્વારા એડવાઇઝરી અપાઈ છે. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં આજથી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. વરસાદી સિસ્ટમ હટી જતા ગરમીની આગાહી કરવામાં આવી છે. તેમજ તંત્ર દ્વારા કચ્છ, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. વધારે પાણી પીવુ, ઠંડકમાં રહેવુ તેમજ સીધાજ ગરમી વાળા વિસ્તારોમાં જવાનું ટાળવાનું કહેવામાં આવ્યુ છે.

Back to top button