આ નાનકડો દેશ જે જ્વાળામુખીમાંથી કરે છે અબજોના મૂલ્યનું Bitcoin Mining
- મધ્ય અમેરિકાના અલ સાલ્વાડોરના પ્રમુખે Bitcoin Mining માટે આપી છે સત્તાવાર માન્યતા
- આ દેશમાં Bitcoin Mining માટે જ્વાળામુખીમાંથી વીજળી કરે છે ઉતપન્ન
- અલ સાલ્વાડોરની સરકારે દેશમાં બિટકોઈન્સના માઈનિંગ માટે સ્થાપ્યા છે 300 હેવી પ્રોસેસર્સ
HD ન્યુઝ ડેસ્ક, 16 મે: બિટકોઈન આ વર્ષની શરૂઆતથી ચર્ચામાં રહ્યું છે. પહેલા અમેરિકામાં Bitcoin ETFને મંજૂરી મળી, પછી નવા રેકોર્ડ કરીને કિંમતમાં વધારો થતા બિટકોઈન સતત ચર્ચા માં રહ્યું છે. પણ આ વખતે તેનું કારણ ઘણું રસપ્રદ છે.
વાસ્તવમાં, મધ્ય અમેરિકન દેશ અલ સાલ્વાડોરે છેલ્લા કેટલાક વર્ષોમાં અબજોની વેલ્યુ ધરાવતા બિટકોઈનનું માઈનિંગ કર્યું છે. મજાની વાત એ છે કે આ નાના દેશે બિટકોઈનના માઈનિંગ માટે જ્વાળામુખીની મદદ લીધી છે. પરંતુ બિટકોઈનનું જે રીતે માઈનિંગ કરવામાં આવ્યું છે, તે જ સમગ્ર પ્રક્રિયાને એપિસોડને સૌથી રસપ્રદ બનાવે છે. અલ સાલ્વાડોરની સરકારી તિજોરીને આનાથી ઘણો ફાયદો થયો છે.
આ દેશમાં છે સત્તાવાર માન્યતા
અલ સાલ્વાડોર વિશ્વનો એકમાત્ર દેશ છે, જ્યાં બિટકોઈનને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાઈબ બુકેલેને બિટકોઈન ખુબ જ પસંદ છે. તેમણે તેમના પ્રથમ કાર્યકાળમાં જ બિટકોઈનને સત્તાવાર રીતે માન્યતા આપી દીધી હતી. આ વર્ષે તેમનાથી રાષ્ટ્રપતિ તરિકે તેમનો બીજો કાર્યકાળ શરૂ થયો છે. બુકેલેની અલ સાલ્વાડોર સરકારે દેશમાં બિટકોઇન માઇનિંગને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણા પ્રયાસો કર્યા છે.
વધી ગઈ ખજાનાની વેલ્યુ
આ માટે અલ સાલ્વાડોરમાં અલગથી બિટકોઈન ઓફિસ નામનો એક સરકારી વિભાગ બનાવવામાં આવ્યો છે. બિટકોઈન ઓફિસનું કહેવું છે કે માઈનિંગમાં મળી આવેલા નવા બિટકોઈન્સ પછી દેશના ખજાનામાં હવે 5,750 બિટકોઈન જમા થઈ ગયા છે. વર્ષ 2021માં શરૂ થયેલા માઈનિંગમાં અત્યાર સુધીમાં 474 નવા બિટકોઈન તિજોરીમાં ઉમેરાયા છે. આ રીતે ખજાનામાં બિટકોઈનની કુલ કિંમત અંદાજે 354 મિલિયન ડોલર જેટલી થઈ ગઈ છે.
જાણો બિટકોઈન માઈનિંગ વિશે?
હકીકતમાં બિટકોઈન બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત એક ક્રિપ્ટોકરન્સી છે. બ્લોકચેન ટેક્નોલોજીમાં, યુનિટના રુપમાં નવા-નવા બ્લોક બનાવવામાં આવે છે, જેની અનંત સાંકળ ચાલે છે. bitcoin Mining જેમ જેમ આ સાંકળ વધે છે તેમ બિટકોઈનના નવા યુનિટ બનાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને બિટકોઈન માઈનિંગ કહેવામાં આવે છે. આ કામ માટે હેવી કમ્પ્યુટિંગ/પ્રોસેસિંગ ક્ષમતાની જરૂર પડે છે, જેમાં મોટી પાયે વીજળીનો વપરાશ થાય છે.
આ રીતે લેવામાં આવે છે જ્વાળામુખીની મદદ
અલ સાલ્વાડોરની સરકારે દેશમાં બિટકોઈન્સના માઈનિંગ માટે દેશમાં 300 હેવી પ્રોસેસર્સ સ્થાપિત કર્યા છે. આ પ્રોસેસરોને ચલાવવા માટે વીજળીનો વપરાશ થાય છે, જેને સક્રિય જ્વાળામુખી ટેકાપાની ઊર્જામાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. જ્વાળામુખીમાંથી નીકળતી જિયોથર્મલ એનર્જીનો ઉપયોગથી ઉત્પન્ન કરેલી વીજળીનો વપરાશ કરીને બિટકોઇનનું માઇનિંગ કરવામાં આવે છે જેનાથી એક બાજુ પ્રદુષણ ફેલાયા વગર ગ્રીન એનર્જીનો ઉપયોગ કરાય છે જ્યારે બીજી બાજુ તીજાોરીના ખજાનામાં નવા બિટકોઈન પણ જમા થાય છે.
આ પણ વાંચો: જોબ ઇન્ટરવ્યૂ માટે લિન્ક ઓપન કરવી ભારે પડી, એક ઝાટકે ગુમાવ્યા 2.5 લાખ રૂપિયા