ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દક્ષિણ ભારતમાં 22 મે સુધી ભારેથી અતિભારે વરસાદ પાડવાની IMDની આગાહી

  • IMD દ્વારા 16 અને 20 મેના રોજ તમિલનાડુમાં તો 20-મે રોજ કેરળમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી 

નવી દિલ્હી, 16 મે: ભારતીય હવામાન વિભાગે (IMD) આજે ગુરુવારે ભારેથી અતિભારે વરસાદ પાડવાની આગાહી કરી છે. IMD મુજબ, દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં 22 મે સુધી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આ દરમિયાન, 16 અને 20 મેના રોજ તમિલનાડુમાં અને 20-મે રોજ કેરળમાં ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં છે. આ દક્ષિણીપશ્ચિમ ચોમાસું 19 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના ભાગો અને નિકોબાર ટાપુ તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળમાં પહોંચે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે, લક્ષદ્વીપ, દક્ષિણ કર્ણાટકમાં ગાજવીજ અને તેજ પવન (40-50 કિમી પ્રતિ કલાક) સાથે એકદમ વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, આગામી 7 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે આંધ્ર પ્રદેશ અને યાનમ, તેલંગાણા અને રાયલસીમા પર વીજળી અને જોરદાર પવન (30-40 કિમી પ્રતિ કલાક) આવશે.” નિવેદનમાં વધુમાં જણાવ્યા મુજબ, “17-19મે દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના છે; કેરળ અને માહે 18-19 દરમિયાન અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 18-20 મે દરમિયાન વરસાદનિ શક્યતા રહેલી છે.”

 

કેરળમાં ચોમાસું ટૂંક સમયમાં આવી જશે

IMDએ બુધવારે આગાહી કરી હતી કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળમાં પ્રવેશવાની ધારણા રહેલી છે. સામાન્ય રીતે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લગભગ સાત દિવસના સરેરાશ ફેરફાર સાથે 1 જૂને કેરળમાં પ્રવેશે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષનું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ચાર દિવસના પ્લસ/માઈનસ તફાવત સાથે 31 મેની આસપાસ કેરળ પહોંચવાની ધારણા છે.  આ ચોમાસાની વાસ્તવિક શરૂઆત 27 મેથી 4 જૂનની વચ્ચે થઈ શકે છે.

હવામાન એજન્સીએ તેની તાજેતરની આગાહીમાં જણાવ્યું હતું કે, “આ વર્ષે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 4 દિવસની તફાવત સાથે 31 મેના રોજ કેરળ પહોંચવાની સંભાવના છે.” IMD ડેટા અનુસાર, કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખ છેલ્લા 150 વર્ષોમાં વ્યાપકપણે બદલાઈ ગઈ છે, જેમાં સૌથી પહેલી મે 11, 1918 અને છેલ્લી તારીખ 18 જૂન, 1972 છે.

આ પણ જુઓ: કચ્છના રણમાં જમીન માટે ધીંગાણુંઃ ગાડીઓ ભરીને આવેલા લોકોએ ધડાઘડ ફાયરિંગ કર્યું, એકનું મૃત્યુ

Back to top button