30 જૂનથી શનિની વક્રી ચાલ, પાંચ રાશિઓના સારા દિવસ શરૂ
- 30 જૂનથી શનિદેવ કુંભ રાશિમાં વક્રી થશે. શનિદેવની ઉલ્ટી કે વક્રી ચાલ કેટલીક રાશિઓ માટે લાભદાયક સાબિત થશે. જાણો કોને થશે ફાયદો?
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવને ન્યાયનો દેવતા ગણવામાં આવે છે. શનિદેવના અશુભ પ્રભાવથી દરેક વ્યક્તિ ભયભીત રહે છે. શનિદેવ અશુભ પ્રભાવ આપે ત્યારે વ્યક્તિએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે એવું નથી કે શનિદેવ માત્ર અશુભ ફળ જ આપે છે. તેઓ શુભ ફળ પણ આપે છે. શનિદેવ શુભ ફળ આપે ત્યારે વ્યક્તિનું જીવન રાજાને સમાન થઈ જાય છે. 30 જૂનથી શનિદેવ કુંભ રાશિમાં વક્રી થશે. શનિની ઉલ્ટી કે વક્રી ચાલ કેટલીક રાશિઓ માટે લાભદાયક સાબિત થશે. જાણો કોને થશે ફાયદો?
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શનિ 10માં ભાવ અને 11માં ભાવનો સ્વામી છે. તે લાભ માટે 11માં ભાવમાં વક્રી થશે. કુંભ રાશિમાં શનિ વક્રી થવાથી મેષ રાશિના જાતકોને કરિયરમાં લાભ મળશે. વાંછિત પરિણામ પ્રાપ્ત કરવા માટે તમારે કામમાં વધુ પ્રયત્નો કરવા પડશે. તમારા માટે સારા નાણાકીય સોર્સ ઊભા થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે શનિ અષ્ટમ અને નવમ ભાવનો સ્વામી છે. મિથુન રાશઇના લોકો માટે આ વક્રી શનિ નિશ્ચિત રીતે તમારા ભાગ્યને થોડું ધીમું કરશે અને તમારા કામને પૂર્ણ થવામાં મોડુ કરાવશે, પરંતુ મોડા મોડા પણ તમારી ઈચ્છા અનુસાર તમારા કામ પાર પડશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે શનિ છઠ્ઠા અને સાતમાં ભાવનો સ્વામી છે અને સાતમાં ભાવમાં વક્રી થશે. વેપારીઓ માટે આ સારા સમાચાર છે કે તમારો વ્યવસાય ગતિ પકડશે અને તમે વધુ નફો મેળવશો. જો તમારું કોઈ કામ અટકેલું હશે તો તેમાં ગતિ આવશે. વેપારીઓ માટે કે નિયમિત નોકરી કરનારા લોકો માટે આ સમય ફળદાયી રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે શનિ પાંચમા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે અને છઠ્ઠા ભાવમાં વક્રી થશે. વકીલો માટે આ સમય સારો ન હોય તેવું બની શકે, શનિ છઠ્ઠા ભાવમાં હોવા છતાં પણ તમારી પાસે આવતા કેસોની સંખ્યા ઘટી શકે છે.
ધન રાશિ
કુંભ રાશિમાં શનિના વક્રી થવાથી નિકટના ભવિષ્યમાં તમને ખૂબ આશ્ચર્ય થવાનું છે. તમે અનેક ક્ષેત્રમાંથી સારા સમાચાર આવી રહ્યા હોવાની અનુભુતિ કરશો. જો તમે નોકરી બદલવા ઈચ્છો છો કે નવી તકોની શોધમાં છો તો તમને સાચે જ નવી ઓફર્સ મળશે. તમારા પ્રયાસ અને પરાક્રમમાં વધારો થશે અને તમને સફળતા મળશે.
આ પણ વાંચોઃ મા લક્ષ્મી વર્ષ 2024ના અંત સુધી આ રાશિઓ પર મહેરબાન, આપશે અનેક લાભ