ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

આ મોદી તો ખૂબ સુંદર લાગી રહ્યા છે! ભરી સભામાં જાણો કોણે કહ્યું આવું?

Text To Speech

ઉત્તરપ્રદેશ, 16 મે: યુપીનો જૌનપુર જિલ્લો દેશને IAS અને IPS આપવા માટે જાણીતો છે. મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ પહેલા અંગ્રેજી ભાષામાં થતો હતો, જો તમારું બાળક અંગ્રેજી શીખે તો જ તેનો માર્ગ ખુલી શકે છે. એક ગરીબનો દીકરો કેવી રીતે અંગ્રેજી ભણે, શું ગરીબનો દીકરો એન્જિનિયર નહીં બને? તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં એક ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું. જોકે, વક્તવ્ય દરમિયાન તેમની નજર બે બાળકો ઉપર પડી હતી જેમણે તેમના પોતાના જેવો અર્થાત નરેન્દ્ર મોદી જેવો અને બીજાએ યોગી આદિત્યનાથ જેવો મેકઅપ કર્યો હતો. એ જોઈને વડાપ્રધાન ખુશ થઈ ગયા હતા.

જૌનપુર જિલ્લામાં એક જાહેરસભાને સંબોધન કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદી એક બાળકની ખૂબ સુંદર પેઈન્ટિંગ પર લેટર લખવાનું કહ્યું. આ સાથે જ ભીડમાં હાજર ત્રણ લોકોની પણ પ્રશંસા કરી. બે બાળકો પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગીના વેશમાં આવ્યા હતા. તેમજ ત્રીજા વ્યક્તિએ પોતાના પર કેસરી રંગ લગાવ્યો હતો. જેના પર લખ્યું હતું-  આ વખતે 400 પાર.

પીએમ મોદીએ તે બાળકોને કહ્યું કે ભાઈ કેટલો સુંદર મેકઅપ કર્યો છે…વાહ! બંને મોદી-યોગી બનીને આવ્યા હતા. ખૂબ સારું કર્યું તમે. જુઓ, બધા મીડિયાવાળાનું ધ્યાન મારા પરથી હટીને તમારા તરફ આવી ગયું. જ્યારે બાળકોએ હાથ લહેરાવ્યા ત્યારે પીએમ મોદીએ કહ્યું કે મોદી પણ હાથ લહેરાવવાનું શીખી ગયા છે. આ પછી, નાના બાળ સમર્થકોએ મીડિયાના માધ્યમથી કહ્યું કે આ વખતે 400 પાર.

આ પણ વાંચો: પાટલીપુત્રમાં લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો ધક્કાકાંડ, જૂઓ વીડિયો

Back to top button