ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સાઉદીમાં સુધારાનો પવનઃ એક મહિલાને દેશની અગત્યની સંસ્થાના વડાં તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં

  • ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓથોરીટી એ એક એવી સત્તાવાર સરકારી સંસ્થા છે જે કિંગડમમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના રક્ષણ અને સમર્થન માટે જવાબદાર છે 

રિયાધ, 16 મે: સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાને બુધવારે રોયલ કોર્ટમાં સલાહકાર શિહાના અલાઝાઝને સાઉદી ઓથોરિટી ફોર ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાનો આદેશ જારી કર્યો હતો. આ ઓથોરીટી એ એક એવી સત્તાવાર સરકારી સંસ્થા છે જે કિંગડમમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના રક્ષણ અને સમર્થન માટે જવાબદાર છે. આ જ દિવસે પહેલા, બે પવિત્ર મસ્જિદોના કસ્ટોડિયન કિંગ સલમાને શાહી ફરમાન જારી કરીને અલાઝાઝને મંત્રી પરિષદના ડેપ્યુટી સેક્રેટરી જનરલના પદ પરથી મુક્તિ આપી હતી. જુલાઇ 2022માં રાજા દ્વારા આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા બાદ  તેણી આ પદ સંભાળનાર પ્રથમ મહિલા હતી.

શિહાના અલાઝાઝ કોણ છે? જાણો તેમના વિશે 

અલાઝાઝ ઓગસ્ટ 2018થી કેબિનેટના ડેપ્યુટી સેક્રેટરી જનરલ તરીકેની તેમની નિમણૂક સુધી પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સેક્રેટરી જનરલ અને જનરલ કાઉન્સેલ તરીકે સેવા આપી રહ્યા હતા. તેણી 2017માં PIFમાં લીગલ ડિવિઝનમાં વ્યવહારોના વડા તરીકે જોડાયા હતા. અલાઝાઝ PIF ની વ્યવસ્થાપન સમિતિ અને અન્ય એક્ઝિક્યુટિવ સમિતિઓના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેણીએ PIF પોર્ટફોલિયો કંપનીઓના અનેક બોર્ડ અને બોર્ડ સમિતિઓમાં પોતાની સેવા આપી છે.

અલાઝાઝ યુકેની ડરહામ યુનિવર્સિટીમાંથી ઓનર્સ વિથ લો(law with honors)માં સ્નાતકની ડિગ્રી ધરાવે છે. PIFમાં જોડાતા પહેલા, અલાઝાઝ બહુવિધ આંતરરાષ્ટ્રીય કાયદાકીય સંસ્થાઓ સાથે નવ વર્ષ સુધી વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા. તેણીએ યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યુ યોર્કની સુપ્રીમ કોર્ટ અને ન્યાય મંત્રાલય દ્વારા કાયદાની પ્રેક્ટિસ કરવાનું લાઇસન્સ મેળવ્યું હતું.

સ્નાતક થયા પછી, અલાઝાઝે ત્રણ વર્ષથી વધુ સમય સુધી લો ફર્મ બેકર મેકેન્ઝી(Baker McKenzie)માં સહયોગી તરીકે કામ કર્યું અને પછી તે વિન્સન એન્ડ એલ્કિન્સ(Vinson & Elkins)માં જોડાયા, જ્યાં તેણીએ 2016 સુધી લગભગ પાંચ વર્ષ માટે વરિષ્ઠ સહયોગી તરીકે સેવા આપી જ્યારે તેણીને સલાહકાર તરીકે બઢતી મળી. ફર્મ છોડ્યા પછી, તેણીએ 2017માં PIF માં ટ્રાન્ઝેક્શનના વડા તરીકે જોડાયા.

અલાઝાઝએ સાઉદી અરેબિયાની પ્રથમ મહિલા વકીલોમાંના એક!

અલાઝાઝને સાઉદી અરેબિયાની પ્રથમ મહિલા વકીલોમાંના એક માનવામાં આવે છે. તેણીએ અમેરિકન યુનિવર્સિટી ઓફ કોલોરાડો(American University of Colorado)માં આંતરરાષ્ટ્રીય બાબતોની વાર્ષિક પરિષદ સહિત યુવાનોને પ્રોત્સાહિત કરવા અને ટેકો આપવાના હેતુથી ઘણી પરિષદો અને પરિસંવાદોમાં ભાગ લીધો હતો. અલાઝાઝને 2016માં “ધ ડીલ મેકર” (The Deal Maker) તરીકે નામ આપવામાં આવ્યું હતું, અને ફોર્બ્સ મિડલ ઇસ્ટ દ્વારા 2020માં 100 સૌથી શક્તિશાળી મહિલાઓમાં તેની પસંદગી કરવામાં આવી હતી.

આ પણ જુઓ:  પાકિસ્તાનમાં અમર શહીદ સુખદેવની જન્મજયંતી ઉજવાઈ, ‘રાષ્ટ્રીય નાયક’નો દરજ્જો આપવા માંગ

Back to top button