ટ્રેન્ડિંગયુટિલીટી

Royal Enfieldએ પોતાની અપકમિંગ ક્લાસિક 650 ટ્વિન માટે ટ્રેડમાર્ક ફાઈલ કરી, જાણો ડિટેલમાં

HD ન્યુઝ ડેસ્ક, 15 મે:  હાલમાં રોયલ એનફિલ્ડ 350cc, 450cc અને 650cc રેન્જમાં મોટરસાઈકલની એક વાઈડ લાઈનઅપ પર કામ કરી રહ્યું છે. ઈન્ટરનેટ પર વારંવાર રસ્તાઓ પર ટેસ્ટિંગ કરતી ઘણી અપકમિંગ બાઇકની ફોટાઓ જોવા મળે છે. તેમાંથી જ એક ન્યુ 650cc ક્લાસિક છે જેનો લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.

થાય છે ધુમ વેચાણ

હાલમાં રોયલ એનફિલ્ડની ક્લાસિક 350નું કંપની વેચાણમાં મુખ્ય ભાગીદારી છે , આ માટે ‘ક્લાસિક’ નામ ઘણું જ મહત્ત્વનું છે. છેલ્લા એક વર્ષોમાં ઘણી વાર ક્લાસિક 650ના ટેસ્ટ મ્યુલ્સ જોવા મળ્યા હતા. હવે રોયલ એનફિલ્ડે અપકમિંગ ટ્વિન- સિલિંડર ક્લાસિક માટે ટ્રેડમાર્ક ફાઈલ કર્યું છે.

 સ્પેસફીકેશન અને ડિઝાઇન

રોયલ એનફિલ્ડે ક્લાસિક 650 ટ્વિન નામનું ટ્રેડમાર્ક કરાવ્યું છે જે આ નવી બાઈકના ડેવલોપમેન્ટની સાબિતી આપે છે. આ પહેલા તેના વિશે માત્ર અટકળો લગાવવામાં આવી રહી હતી. અપકમિંગ ક્લાસિક 650 ટ્વિન કંપનીના અન્ય 650cc મોડલ જેવાકે ઈન્ટરસેપ્ટર, કોન્ટિનેન્ટલ જીટી, શોટગન અને સુપર મેટ્યોરની જેમ સમાન પ્લેટફોર્મ પર આધારિત હશે. જોકે, ચેસિસ અને ખાસકરીને સબ-ફ્રેમમાં ફેરફાર થવાની આશા સેવાઈ રહી છે અને સસ્પેન્શન સેટઅપને બાઈકની જરુરીયાતના હિસાબથી ટ્યુન કરવામાં આવશે. લુકની બાબતમાં, ક્લાસિક 650 પોતાના 350cc મોડેલની સમાન  સ્ટાઈલીંગ સાથે આવશે, પણ તેમાં એક વધારાની પીશૂટર કન્સોલ, એક નાના ડિજીટલ ઈનસેટ અને એક યુએસબી ચાર્જિગ પોર્ટ મળવાની સંભાવના છે. રોયલ એનફિલ્ડ 650cc ક્લાસિકને એલઈડી હેડલાઈટ સેટઅપની સાથે રજુ કરે છે.

સ્પેક્સ અને પ્રાઇસ

હાર્ડવેરની વાત કરીઓ તો ક્લાસિક 650 ટ્વિનમાં આગળની બાજુ પરંપરાગત ટેલીસ્કોપિક ફોકર્સ અને પાછલની બાજુ ટ્વિન શોક એબ્જોર્બર હશે. બ્રેકિંગ ડ્યુટી માટે બંને બાજુ અને ડિસ્ક બ્રેક આપવામાં આવશે, જે ડુ્યઅલ-ચેનલ  ABSથી સજ્જ હશે. આ બાઈકમાં 19 ઈંચના ફ્રન્ટ અને 18 ઈંચના રિયર વ્હીલની સાથે આવવાની અપેક્ષા છે, જેમાં વેરિયન્ટના આધારે એલોય કે વાયર-સ્પોક્ડનો વિકલ્પ મળશે.

ક્લાસિક 650માં 648ccનું પેરેલલ-ટ્વિન, ઓઈલ-કુલ્ડ એન્જિન હશે, જે 478 bhpની પાવર અને 52 Nmનો પીક ટોર્ક આપે છે. આ એન્જિનને સ્લિપ અને આસિસ્ટ ક્લચના માધ્યમથી 6 સ્પીડ ગેરબોક્સની સાથે આપવામાં આવશે. આશા છે કે અપકમિંગ ક્લાસિક 650 પોતાની રેન્જમાં સૌથી વધારે એફોર્ડેબલ મોડેલ આવશે, જે ઇન્ટરસેપ્ટર થી નીચેનું મોડલ હશે આથી, તેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા થવાની આશા છે.

આ પણ વાંચો: Hero Mavrick 440 બાઈક થઈ લોંચ, Xtreme 125Rની કિંમત 95 હજાર રૂપિયા

Back to top button