ટ્રેન્ડિંગધર્મ

મોહિની એકાદશીનું શું છે મહત્ત્વ? જાણો શુભ યોગ અને મુહૂર્ત

Text To Speech
  • મોહિની એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુના મોહિની અવતારની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે. ભક્તો તેમના ભૂતકાળના પાપોમાંથી મુક્તિ મેળવવા અને વૈભવથી ભરપૂર જીવન જીવવા માટે મોહિની એકાદશીનું વ્રત કરે છે

હિન્દુ ધર્મમાં વર્ષમાં 24 એકાદશી આવે છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને આ દિવસે તેમની ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. આમ તો તમામ એકાદશીનું અલગ અલગ મહત્ત્વ છે, પરંતુ વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું પણ વિશેષ મહત્વ છે. વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. મોહિની એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુના મોહિની અવતારની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે.

ભક્તો તેમના ભૂતકાળના પાપોમાંથી મુક્તિ મેળવવા અને વૈભવથી ભરપૂર જીવન જીવવા માટે મોહિની એકાદશીનું વ્રત કરે છે. આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી સાધક સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે. આ સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે. આ વખતે મોહિની એકાદશી પર 3 શુભ યોગ બની રહ્યા છે. જાણો મોહિની એકાદશીનો સમય, શુભ મુહૂર્ત, પૂજા અને શુભ યોગ.

મોહિની એકાદશી તિથિ ક્યારે?

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ

18 મે , 2024, સવારે 11:23 વાગ્યે

વૈશાખ શુક્લ એકાદશી તિથિ સમાપ્તિ

મે 19, 2024, બપોરે 01:50 વાગ્યે

ઉદયતિથિના આધારે, 19 મે, 2024 ના રોજ મોહિની એકાદશીનું વ્રત રાખવામાં આવશે.

મોહિની એકાદશીના દિવસનું શું છે મહત્ત્વ? જાણો શુભ યોગ અને મુહૂર્ત hum dekhenge news

મોહિની એકાદશી પર શુભ યોગ

આ વખતે મોહિની એકાદશી પર અનેક શુભ યોગો બની રહ્યા છે.
અમૃત યોગ: 19 મે, રવિવાર સવારે 05:28 થી 20 મે, સોમવારે સવારે 03:16 સુધી
વજ્ર યોગ: 18 મે, શનિવાર, સવારે 10:25 થી 19 મે, રવિવારે સવારે 11:25 સુધી
સિદ્ધિ યોગ: 18 મે, શનિવારે, સવારે 11:25 થી 19 મે, રવિવાર, 12:11 સુધી
આ યોગોમાં, મોહિની એકાદશીનું વ્રત રાખવું અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘણો ફાયદો થાય છે.

એકાદશી પર કરો આ મંત્રોનો જાપ

1.ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि।
ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।
2. ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान।
यस्य स्मरेण मात्रेण ह्रतं नष्टं च लभ्यते।।
3. ॐ नारायणाय नम:

આ પણ વાંચોઃ ગ્રહોના રાજા સૂર્ય વૃષભ રાશિમાં, કુંડળીમાં સૂર્ય મજબૂત બનાવવા કરો આ ઉપાય

Back to top button