કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
રાજકોટમાં સગીરા સાથે ચાલુ બસમાં દુષ્કર્મ ગુજારનાર હેવાને અગાઉ પણ અનેક ગુના આચર્યા
રાજકોટમાં મંગળવારે રાત્રે એક સગીરાને મોબાઈલ અને રૂપિયાની લાલચ આપી બસમાં ફરવા ચોટીલા લઈ જવાનું કહી સ્લીપર કોચ વાળી બસમાં બેસાડી ચાલુ બસે તેની સાથે દુષ્કર્મ આચરનાર હેવાનની પોલીસે ધરપકડ કરી લીધી છે ત્યારે તેની પુછપરછમાં અગાઉ પણ તેણે અનેક ગુનાઓ આચર્યા હોવાનું જણાવતા પોલીસે તેના રીમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
સગીરા બે ભાઈઓ સાથે માતા માટે જમવાનું લેવા ગઈ હતી
આ ઘટના અંગે જાણવા મળ્યા મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી એક સગીરા પોતાના બે ભાઈઓને લઈ મંગળવારે રાત્રે માતા માટે જમવાનું લેવા લોટરી બજાર ગઈ હતી જ્યાં તેને એક અજાણ્યા બાઈક ચાલકનો ભેટો થઈ ગયો હતો જેણે ત્રણેય ભાઈ બહેનોને ફરવા લઈ જવાની લાલચ આપી હતી જેથી તેઓ તેમની પાછળ બેસી ગયા હતા બાદમાં ત્રણેયને રેસકોર્સ ફેરવી સગીરાને ચોટીલા ફરવા જવા છે તેવું કહીં બંને ભાઈઓને સિવિલના ગેટ પાસે ઉતારી દીધા હતા.
બાઈક ગ્રીનલેન્ડ ચોકડી રાખી સ્લીપર બસમાં બેસી ગયા
સગીરાના ભાઈઓને સિવિલના ગેટ પાસે ઉતારી દીધા બાદ બાઈક ચાલક સગીરાને ગ્રીનલેન્ડ ચોકડી લઈ ગયો હતો જ્યાં બાઈક રાખી દીધા બાદ બંને એક સ્લીપર કોચ બસમાં બેઠા હતા. તેણે સગીરાને ઉપરની સીટમાં મોકલી પાછળથી પોતે પણ ચડી ગયો હતો.
મોબાઈલ અને રૂપિયાની લાલચ આપી હવસ સંતોષી
બાદમાં અજાણ્યા શખ્સે સગીરાને 500 રૂપિયા આપવાનું કહી તેના શરીરે હાથ ફેરવવા લાગ્યો જેથી સગીરાએ રૂપિયા લેવાની ના પાડતા તેને મોબાઈલ આપવાનું કહી તેની સાથે બળજબરી આચરી હતી ત્યારબાદ તેણીને કપડાં પહેરી લેવાનું કહી બસ ઉભી રખાવી બંને ઉતરી ગયા હતા.
રસ્તા ઉપરથી કારમાં લીફ્ટ મેળવી, બાળકીને હોસ્પિટલ મુકી ગયો
બસમાંથી ઉતરી ગયા બાદ અજાણ્યા શખ્સે એક કાર રોકાવી હતી તેમાં લીફ્ટ મેળવી બંને રાજકોટ આવી ગયા હતા ત્યારબાદ બાઈક ઉપર સગીરાને બેસાડી પરત હોસ્પિટલ મુકી ગયો હતો.
મોડીરાત્રે બાળકી એકલી મળી આવી, માતાને હકીકત જણાવતા પગતળેથી જમીન સરકી ગઈ
દરમ્યાન સગીરાને તેની માતા શોધખોળ કરતી હોસ્પિટલ ચોકીએ પહોંચી હતી જ્યાંથી પોલીસ તેમની સાથે બાળકીને શોધવા માટે નીકળી હતી જે બાદ બાળકી હોસ્પિટલ કેમ્પસમાંથી મળી આવતા તેની માતાએ તેને પુછતાં તેણે પોતાની સાથે થયેલી આપવીતી જણાવતા માતાના પડતળેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટનામાં પોલીસે તુરંત જ તપાસ શરૂ કરી અને આરોપીને શોધવા ચક્રો ગતિમાન કરતા બાળકીને હવસનો શિકાર બનાવનાર શખ્સને દબોચી લીધો હતો.
આરોપી રીક્ષા ચાલક હોવાનું અને અગાઉ દારૂ, જુગારમાં ઝડપાયાનું ખુલ્યું
દિકરીની આ કેફીયત તેણીએ માતાને જણાવતાં દીકરીની માતાની ફરિયાદ આધારે પોલીસે આરોપી વિરુધ્ધ આઇપીસી 363, 376 (જે), અને પોક્સોની કલમ હેઠળ અપહરણ-બળાત્કારનો ગુનો નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપો હનીફ આરબ જામનગર રોડ પર રહે છે અને રીક્ષા ચલાવે છે ઉપરાંત અગાઉ પણ તે મારામારી, પ્રોહિબિશન, જાહેરનામા ભંગ સહીત 4 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે ત્યારે હાલ પોલીસે પોક્સો અને દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધી મેડિકલ ચેકપ કરાવી વધુ તપાસ હાથ ધરી છે