ગરમીમાં ઘરના ગાર્ડનમાં ખાસ લગાવો આ છોડ, નહિ કરવી પડે વધુ દેખભાળ
- ગરમીની સીઝનમાં ઘરના ગાર્ડનમાં નવા છોડ રોપવા એ મુશ્કેલીથી ભરેલું કામ છે. સખત ગરમીમાં તેને વધુ દેખરેખની જરૂર પડી શકે છે, પરંતુ જો તમે એવા કેટલાક છોડ વિશે જાણી લો જે ગરમીમાં પણ સરળતાથી ઉગે તો તમને ગાર્ડનિંગ અઘરૂં પણ નહીં પડે
ગરમીની સીઝનમાં નવા છોડ લગાવવાનું કામ મુશ્કેલ હોય છે. જો તમે ગાર્ડનિંગનો શોખ ધરાવો છો અને સમર સીઝનમાં તમે ઘરના ગાર્ડનમાં નવા છોડ જોવા ઈચ્છો છો તો તમે પાંચ છોડ સરળતાથી પ્લાન્ટ કરી શકો છો. આ છોડને ઓછા પાણી અને ઓછી દેખભાળની જરૂર પડે છે. ખૂબ ગરમી હોય તો પણ તે સરળતાથી ઉગી જાય છે. નવું નવું ગાર્ડનિંગ શરૂ કરનારા લોકો ઘરમાં આ છોડને સરળતાતી ઉગાડી શકે છે.
ગરમીમાં ઉગાડો આ છોડ
એલોવેરા
એલોવેરા એક રસદાર છોડ છે. જેને બહુ ઓછી દેખભાળની જરુર હોય છે. તે તીવ્ર ગરમી પણ સહન કરી શકે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ સ્કીન અને હેરની સુંદરતા વધારવા માટે કરવામાં આવે છે. ડાયાબિટીસમાં લોકો તેનું સેવન પણ કરે છે.
મની પ્લાન્ટ
મની પ્લાન્ટ ગરમીની સીઝનમાં ઘરમાં ઉગાડવા માટે એક સારો વિકલ્પ છે. તે ઓછી રોશનીમાં થાય છે. તેને વધુ પાણીની પણ જરૂર પડતી નથી. મની પ્લાન્ટને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
સ્નેક પ્લાન્ટ
સ્નેક પ્લાન્ટ એક હાર્ડી છોડ છે, જે ઓછી રોશની અને ઓછા પાણીમાં પણ જીવિત રહી શકે છે. તે હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે અને ઝેરીલા પદાર્થોને દૂર કરે છે.
તુલસી
તુલસી એક પવિત્ર છોડ છે, તેનું ભારતમાં વિશેષ મહત્ત્વ છે. તેનો ઉપયોગ ચા બનાવવામાં અને અનેક ઔષધીય પ્રયોજનો માટે કરવામાં આવે છે. તુલસી હવાને પણ શુદ્ધ કરે છે અને મચ્છરોને દૂર રાખે છે.
કેક્ટસ
કેક્ટસ વિવિધ આકાર અને રંગોમાં આવે છે. તે તેજ ગરમીને પણ સહન કરી શકે છે. તેને વધુ પાણીની જરૂર નથી. તે તમારા ઘરની સુંદરતા વધારી શકે છે.
આ પણ વાંચોઃ જમ્યા બાદ પહેલા વજ્રાસન, પછી મુખવાસ, આપશે મોટા મોટા ફાયદા