ગુજરાતટ્રેન્ડિંગ

સાઇબર ક્રાઇમમાં સંડોવાયેલા ગુજરાતના 20 હજાર મોબાઈલ નંબર બ્લોક

  • છેતરપિંડી કરી પૈસા પડાવતા સાઈબર ગઠિયાઓ સામે કેન્દ્રીય ગૃહમંત્રાલય સર્તક
  • સાઈબર ગઠિયાઓના 16 લાખથી વધુ મોબાઈલ ફોન કનેકશન બ્લોક કરી દીધા
  • પોલીસ સ્ટેશન કે સરકારી કચેરીમાં બેઠા હોય તેવો આભાસ સાઈબર ઠગો ઉભો કરે છે

સાઇબર ક્રાઇમમાં સંડોવાયેલા ગુજરાતના 20 હજાર મોબાઈલ નંબર બ્લોક કરાયા છે. જેમાં લોકોને ધરપકડ, સીમ બંધ થવાની ધમકીઓ કે લોન, જાતીય આકર્ષણોની લાલચે ફસાવતા નબંરો સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સક્રિય થયુ છે. CBI, NCB, RBIના કે અન્ય અધિકારીના નામે બ્લેકમેલ કરતા કોલ આવે તો ફરિયાદ કરો. DOT, TRAI કે કોઈપણ એન્જસીના નામે મોબાઈલ ફોન બંધ કરવાની ધમકી મળે તો ડરો નહીં.

આ પણ વાંચો: હલ્દીરામને ખરીદવા અમેરિકાની બ્લેકસ્ટોન કંપનીની રૂ.70,500 કરોડ સુધીની બોલી

છેતરપિંડી કરી પૈસા પડાવતા સાઈબર ગઠિયાઓ સામે કેન્દ્રીય ગૃહમંત્રાલય સર્તક

સીબીઆઈ, એનસીબી, આરબીઆઈ કે અન્ય સરકારી અધિકારીઓના વેશ ધારણ કરી વીડિયો કોલ કે સાદા કોલ કરી નાગરિકોને ધરપકડનો કે ફોન બંધ કરવાનો ડર બતાવતા તેમજ સો.મીડિયા પ્લેટફોર્મ પર ફ્રોડ એકાઉન્ટો બનાવી છેતરપિંડી કરી પૈસા પડાવતા સાઈબર ગઠિયાઓ સામે કેન્દ્રીય ગૃહમંત્રાલય સર્તક બન્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયની સૂચનાને પગલે ટ્રાઈ, ડીઓટી તેમજ સુરક્ષા એજન્સીઓએ સંકલન કરી સાઈબર ગઠિયાઓના 16 લાખથી વધુ મોબાઈલ ફોન કનેકશન બ્લોક કરી દીધા છે. આ પ્રકારના ધમકીભર્યા કોલ મામલે નાગરિકોને તરત જ સાઈબર હેલ્પલાઈન નંબર કે સાઈબર ફ્રોડની વેબસાઈટ પર ફરિયાદ કરવા માટે અરજ કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશન કે સરકારી કચેરીમાં બેઠા હોય તેવો આભાસ સાઈબર ઠગો ઉભો કરે છે

સાઈબર ઠગો લોકોને કોલ કરીને સામાન્ય રીતે પાર્સલ મોકલ્યું તેમાં ગેરકાયદે સામાન, દવાઓ, નકલી પાસપોર્ટ સહિતની પ્રતિબંધીત વસ્તુઓ મળ્યાનું અથવા તો ભોગ બનનારનો નજીકનો વ્યક્તિ ગુનામાં પકડાયાનું કહી ડરાવે છે. આ રીતે વાતચીત કરી ધરપકડનો ડર બતાવી ડીજીટલ એરેસ્ટ વોરંટનો બોગસ લેટર ઓનલાઈન મોકલી ધમકીઓ આપે છે. તે પછી સ્કાયપે એપ કે વિડિયો કોન્ફરન્સ પર આરોપીઓ પોલીસ સ્ટેશન કે સરકારી કચેરીમાં બેઠા હોય તેવો આભાસ સાઈબર ઠગો ઉભો કરે છે. સાઈબર ઠગો પોતે અસલી અધિકારી હોવાનો દેખાવ કરવા સરકારી અધિકારીના ડ્રેસ પણ પહેરે છે. આ રીતે ડર બતાવી લોકો પાસેથી ઓનલાઈન પૈસા પડાવી છેતરપિંડીઓ આચરે છે. દેશના અનેક નાગરિકોએ સાઈબર ઠગોની આ મોડસ ઓપરેન્ડીનો ભોગ બની કરોડો રૂપિયા ગૂમાવ્યાની ફરિયાદો પણ થઈ છે.

1930 પર કોલ અને http://www.cybercrime.gov.in પર ફરિયાદ કરો

સાઈબર ફ્રોડ જેવા ધરપકડ કરવાની ધમકી, પાર્સલ મળ્યાનું કહી પૈસા પડાવવા, ન્યુડ વીડિયોના નામે બ્લેકમેઈલ, અધિકારીના નામે ધમકી, લોન એપો દ્વારા બ્લેકમેઈલ કરવાના કે ફોન કેનશન કાપી નાંખવાની ધમકી આપતા કોલ તેમજ સો.મિડીયા પર માલાવેર વાઈરસવાળી લિંક મોકલી ફોન એક્સેસ મેળવી એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા સાઈબર ઠગો સામે તુરત ફરિયાદ કરો. આ માટે સાઈબર સેલના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને અને http://www.cybercrime.gov.in પર જઈને ફરિયાદ કરી શકો છો.

Back to top button