ગુજરાતટ્રેન્ડિંગ

સુરત: મૌલાનાની ધરપકડ થતા ચોંકાવનારા ખુલાસા થયા, રઝાના પાકિસ્તાની સંપર્ક સામે આવ્યા

Text To Speech
  • મૌલવી મોહમ્મદ સોહેલ આબુ બકલ ટીમોલને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
  • મૌલાના સુહેલની ધરપકડ બાદ રઝા અને શહેનાઝે મોબાઇલ તોડીને ફેંકી દીધા
  • મહારાષ્ટ્રના નાંદેડનો પકડાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં હતો

સુરતમાં તાજેતરમાં થયેલ મૌલાનાની ધરપકડ મામલે ચોંકાવનારા ખુલાસા થયા થયા છે. જેમાં આરોપી પાકિસ્તાનના વોટ્સએપ નંબરથી નેપાળના લોકો સાથે પણ ચેટિંગ કરતો હતો. તેમજ આરોપી મૌલાના સુહેલની ધરપકડ બાદ રઝા અને શહેનાઝે મોબાઇલ તોડીને ફેંકી દીધા હતા. તેમજ યુ-ટ્યૂબર જેસ બાબા સાથે પણ રઝાના સંપર્કો બહાર આવ્યા છે.

આરોપીના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા

હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા કામરેજના કઠોર ગામના મૌલવી મોહમ્મદ સોહેલ આબુ બકલ ટીમોલને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ કોર્ટમાં રજુ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. મૌલાના 24-મે સુધી રિમાન્ડ પર છે. પકડાયેલા મૌલાના સોહેલ અબુબકરની છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ કેટલાક નેતાઓની સોપારી લેવાઇ હોવાનું સામે આવ્યું છે.

મહારાષ્ટ્રના નાંદેડનો પકડાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં હતો

મહારાષ્ટ્રના નાંદેડનો પકડાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં હતો. પાકિસ્તાનના ડોગર અને યુ-ટ્યૂબર સાથે સંપર્કમાં રહેતો હતો. દેશ વિરોધી કૃત્ય કરતો રઝા 24 મે સુધી પોલીસના રિમાન્ડ પર છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૂળ કામરેજના કઠોરનો રહેવાસી સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝના સંપર્કમાં હતો. હિન્દુ નેતાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. મૌલવી સોહેલને 1 કરોડમાં સોપારી આપવામાં આવી હતી. આતંકી કનેક્શન ધરાવનારાઓએ મૌલવી સોહેલને આ સોપારી આપી હતી. જે માટે પાકિસ્તાનથી ઘાતક હથિયાર પણ મંગાવ્યું હોવાની હકીકત સામે આવી હતી. હત્યાનું કાવતરું પાર પાડે તે પહેલાં મૌલવીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.

Back to top button