ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનના ઝુંઝુનુમાં HCL ખીણમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટવાથી 14 અધિકારીઓ અંદર ફસાયા

  • પોલીસ અને પ્રશાસનની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

રાજસ્થાન, 15 મે: રાજસ્થાનના ઝુંઝુનુ શહેરમાં આવેલી ખીણમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. HCLની કોલિહાન ખીણમાં  લિફ્ટ તૂટી જવાને કારણે કુલ 14 અધિકારીઓ ખીણમાં ફસાયા છે. અકસ્માત બાદ એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઘટના મોડી રાત્રે બની હતી, જે બાદ પોલીસ અને પ્રશાસનની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, અધિકારીઓ 1800 ફૂટથી વધુ ઉંડાણમાં ફસાયેલા છે. ઝુંઝુનુના ખેતડી વિસ્તારમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખીણમાં લિફ્ટ નીચે પડી ગઈ હતી.

ત્રણ અધિકારીને બહાર કાઢવામાં આવ્યા

મંગળવારે મોડી રાત્રે ઝુંઝુનુમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની ખીણમાં આ અકસ્માત થયો હતો. બચાવ કામગીરી ચાલુ છે પરંતુ એમ્બ્યુલન્સ અને ડોકટરોને સ્થળ પર બોલાવવામાં આવ્યા છે અને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ખેતડીની કોલિહાન ખીણમાં લિફ્ટ તૂટવાને કારણે અંદર ફસાયેલા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

આ અકસ્માત કેવી રીતે થયો?

ઝુંઝુનુના ખેતડી વિસ્તારમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખીણમાં લિફ્ટ નીચે પડી ગઈ હતી. દુર્ઘટના સમયે લિફ્ટમાં કોલકાતાની વિજિલન્સ ટીમ સહિત 14 વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે અને નજીકની હોસ્પિટલોમાંથી તમામ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી છે. આ સાથે ડોક્ટરોની ટીમને પણ ઈમરજન્સી માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

ભાજપના ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા 

કોલિહાન ખીણમાં બનેલી ઘટના પર ભાજપના ધારાસભ્ય ધરમપાલ ગુર્જરે કહ્યું કે, હું ચૂંટણી પ્રચાર માટે હરિયાણા ગયો હતો પરંતુ જ્યારે મને આ માહિતી મળી તો હું તરત જ અહીં આવ્યો. મેં બધાને બોલાવ્યા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મેં એસડીએમને અહીં બોલાવ્યા છે. બચાવ ટુકડીઓ તૈનાત છે અને 6-7 એમ્બ્યુલન્સ અહીં ઉભી છે. સમગ્ર વહીવટીતંત્ર એલર્ટ પર છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, ચોક્કસ બધા સુરક્ષિત રીતે બહાર આવી જશે.

આ પણ જુઓ: ‘સીમા હૈદર PAK આર્મી કેમ્પમાં રહેતી હતી’ વાયરલ ઓડિયોમાં પાકિસ્તાની વ્યક્તિનો દાવો

Back to top button