અમદાવાદએજ્યુકેશનગુજરાત

ગુજરાતમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની માર્કશીટ આ તારીખે મળશે, DEOને આદેશ કરાયો

Text To Speech

ગાંધીનગર, 14 મે 2024, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. તારીખ 17મી મેએ માર્કશીટ આપવામાં આવશે. માધ્યમિક શિક્ષક બોર્ડે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને જાણ કરી છે. 15 મેએ શાળામાં માર્કશીટ પહોંચાડવાનો આદેશ કરાયો છે. તેમજ 17 મેના રોજ બોર્ડની પરીક્ષાની માર્કશીટ વિદ્યાર્થીઓને અપાશે.

ઉમેદવારો માટે બેસ્ટ ઓફ ટુનો વિકલ્પ અપાયો
પ્રથમ વખત બોર્ડ દ્વારા ધો. 12 વિજ્ઞાન પ્રવાહનાં ઉમેદવારો માટે બેસ્ટ ઓફ ટુનો વિકલ્પ અપાયો છે. જેમાં જે વિદ્યાર્થી ઉર્તીર્ણ થયેલા છે એ વિદ્યાર્થી પણ તેમની થીયરીનાં વિષયોમાં સુધારો કરવા માંગતા હોય તો તે પૂરક પરીક્ષામાં આપી શકશે અને માર્ચની તેમજ પૂરક પરીક્ષા બંનેમાંથી જે સારા ગુણ હશે. તે ગણતરીમાં લેવામાં આવશે. એજ પ્રમાણે કોઈ પરીક્ષાર્થી નાપાસ થયેલ છે તો નાપાસ થયેલા વિષયની પૂરક પરીક્ષા પણ આપી શકે અને તે ઈચ્છે તો જે માર્ચમાં એપિયર થયેલ છે. તે વિષયની પણ પરીક્ષા આપી શકે છે. એક અથવા એકથી વધારે વિષયોમાં તેનું પરિણામ સુધારવા માટે એ પૂરક પરીક્ષા આપી શકશે.

12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું
આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર થયું છે. વિજ્ઞાન પ્રવાહમાં કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જીલ્લાનું સૌથી વધુ 92.80 ટકા પરિણામ જાહેર થયું. તો છોટા ઉદેપુર જીલ્લાનું સૌથી ઓછું પરિણામ 51.36 ટકા જાહેર થયું હતું.

આ પણ વાંચોઃCBSE ધોરણ 12નું 87.98% પરિણામ જાહેર, 24 હજારથી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકા મેળવ્યા

Back to top button