આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

PoKની સુરક્ષા હવે ભારતના હાથમાં: કાશ્મીરી એક્ટિવિસ્ટે મદદની કરી અપીલ

Text To Speech
  • વિરોધ કરનારાઓને મારવા માટે આપવામાં આવ્યું અલ્ટીમેટમ

મુઝફ્ફરાબાદ, 14 મે: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 4 દિવસથી મોંઘવારી અને વીજળીના ભાવ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. એક અગ્રણી સ્કોટલેન્ડ સ્થિત PoK એક્ટિવિસ્ટ અમજદ અયુબ મિર્ઝા પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં બગડતી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

સતત ચોથા દિવસે પણ હડતાલ ચાલુ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લોકોના વિરોધને ડામવા માટે પાકિસ્તાની આર્મી રેન્જર્સ તૈનાત કરવામાં આવી રહ્યા છે. રાજધાની મુઝફ્ફરાબાદમાં સ્થિતિ વણસી રહી છે. વિરોધ કરનારાઓને મારવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેના કારણે સામાન્ય લોકોના જીવ જોખમમાં મુકાયા છે. વ્હીલ જામ હડતાલ સતત ચોથા દિવસે પણ ચાલુ છે. અશાંતિ વચ્ચે અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. શુક્રવારથી ફેલાયેલી હિંસામાં એક પોલીસકર્મીનું મૃત્યુ થયું છે અને 90થી વધુ લોકો ઘાયલ થયા છે. નારાજ લોકો વધતા વીજ બીલ અને ટેક્સ સામે સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે અમજદ અયુબ મિર્ઝાએ કહ્યું કે, અમે નિરાશાજનક સ્થિતિમાં છીએ.કાશ્મીરી એક્ટિવિસ્ટે પરિસ્થિતિ અંગે વ્યક્ત ચિંતા કરી.

 

સ્કોટલેન્ડમાં રહેતા પીઓકે એક્ટિવિસ્ટ અમજદ અયુબ મિર્ઝાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં સ્થિતિ ઘણી ગંભીર છે. કાશ્મીરી એક્ટિવિસ્ટે કહ્યું કે, ‘અહિયાં પીઓકેમાં દિવસે હત્યા થઈ રહી છે. અમારો જીવ જોખમમાં છે. આ અશાંતિ મંગલા ડેમમાંથી કરમુક્ત વીજળી અને ઘઉંના લોટ પર સબસિડીની માગણી સાથે અવામી એક્શન કમિટી દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હીલ-જામ હડતાલને કારણે છે. સતત ચોથા દિવસે ચાલુ રહેલ હડતાલ PoKના રહેવાસીઓમાં અસંતોષનું કારણ બની રહી છે.

આ પણ વાંચો..ભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ ડીલથી અમેરિકા થયું નારાજ, પ્રતિબંધોની આપી ચેતવણી

Back to top button