ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સલમાન ખાન ફાયરિંગ કેસમાં આખરે છઠ્ઠા આરોપીની થઈ ધરપકડ

Text To Speech
  • ધરપકડ કરાયેલ વ્યક્તિ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો છે સભ્ય

મુંબઈ, 14 મે: બાંદ્રામાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ હરપાલ સિંહ છે. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે.

આરોપીને આજે સ્પેશિયલ મકોકા કોર્ટમાં રજૂ કરવામાં આવશે

બાંદ્રામાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 6ઠ્ઠા આરોપી હરપાલ સિંહની હરિયાણામાંથી ધરપકડ કરી છે. આરોપી હરપાલ સિંહ પર આરોપ છે કે તેણે ધરપકડ કરાયેલા પાંચમા આરોપી મોહમ્મદ રફીક ચૌધરીને ફાઇનાન્સ કર્યું હતું અને તેણે જ રેકી કરવાની સૂચના આપી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા હરપાલ સિંહને આજે સ્પેશિયલ મકોકા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે, બિશ્નોઈ ગેંગના અન્ય એક સભ્ય મોહમ્મદ રફીક ચૌધરીની પૂછપરછ દરમિયાન સિંહનું નામ બહાર આવ્યું હતું. જેની આ મહિનાની શરૂઆતમાં ફાયરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે સિંહે ચૌધરીને સલમાન ખાનના ઘરની આસપાસ તપાસ કરવા કહ્યું હતું અને તેને 2-3 લાખ રૂપિયા પણ આપ્યા હતા.

લોરેન્સ બિશ્નોઈ હાલમાં ગુજરાતના અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તેનો નાનો ભાઈ અનમોલ બિશ્નોઈ યુએસ અથવા કેનેડામાં છે. આ કેસમાં બંનેના નામ બહાર આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, છઠ્ઠા આરોપીની ઓળખ 34 વર્ષીય હરપાલ સિંહ તરીકે થઈ છે. આરોપી હરિયાણાના ફતેહાબાદનો રહેવાસી છે.

આ પણ વાંચો..તારક મહેતા શોમાં દયાબેનનું સ્થાન લેશે 28 વર્ષની આ અભિનેત્રી

Back to top button