દિલ્હીમાં પકડાયો હાઈફાઈ ચોર! ફ્લાઈટમાં જ કરતો ચોરી, લુંટની રકમથી ખરીદી હોટલ
નવી દિલ્હી: જો તમે પ્લેનમાં તમે તમારા પરિવારની મહિલાઓને એકલા મોકલતા સુરક્ષિત મહેસુસ કરો છો તો હવે સાવધાન રહેવાની જરુર છે. દિલ્હી પોલીસે એક એવા ચોરની પકડ્યો છે, જે માત્ર એરોપ્લેનમાં જ ચોરી કરતો હતો. ચોરી કરવા માટે તેણે છેલ્લા 1 વર્ષની અંદર 110 દિવસો સુધી ફ્લાઈટમાં મુસાફરી કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પહેલા આરોપી ટ્રેનોમાં દાગીના ચોરી કરતો હતો. પણ તેણે પોતાને અપગ્રેડ કરીને એરોપ્લેનમાં ચોરીઓ કરવા લાગ્યો. આ ચોરે ચોરીથી એટલો માલ લુંટ્યો કે તેણે એક હોટલ પણ ખરીદી લીધી. પોલીના જણાવ્યા પ્રમાણે ચોર ચોરીના ઈરાદાથી દિવસમાં 3-4 હવાઈ મુસાફરી કરતો હતો.
આ રીતે બહાર આવ્યો સમગ્ર મામલો
આઈજીઆઈ એરપોર્ટના ડીસીપી ઉષા રંગરાણીના જણાવ્યા અનુસાર, હૈદરાબાદ પોલીસ પાસેથી ચોરીની એક શૂન્ય એફઆઈઆર મળી હતી. જેમાં, ફરિયાદ નોંધાવનાર, હૈદરાબાદની રહેવાસી મહિલા સુધારાની પથુરીએ જણાવ્યું હતું કે, 11 એપ્રિલ, 2024ના રોજ તેણે હૈદરાબાદથી આઈજીઆઈ એરપોર્ટ સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરી હતી. તેણે નવી દિલ્હીથી યુએસએ જવા માટે ફ્લાઇટ લેવાની હતી. આ પ્રવાસ દરમિયાન કોઈએ તેની હેન્ડબેગમાં રાખેલા લગભગ 7 લાખના દાગીનાની ચોરી કરી હતી. આ જ રીતે એક બીજા ફરીયાદનોંધાવનારે પણ અમેરિકાની રહેવાસી વરિંદરજીત સિંહે આરોપ લગાવ્યો હતો કે 22 ફેબ્રુઆરી 2024એ તેમણે અમૃતસરથી આઈજીઆઈ એરપોર્ટ સુધી હવાઈ યાત્રા કરી હતી.તેને આગળ ફ્રેન્કફર્ટ જવાનું હતું. મુસાફરી દરમિયાન તેના કેબિન બેગથી 20 લાખ રુપિયાના દાગીના ચોરી થયા હતા.
સીસીટીવીમાં ફુટેજ જોવા મળ્યા
કેસની તપાસ દરમિયાને એર ઇન્ડિયાના અધિકારીઓની મદદથી આઈજીઆઈ એરપોર્ટ, અમૃતસર અને હૈદરાબાદ એરપોર્ટના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરવામાં આવી હતી. ઘણા બધા કેમેરાના વીડિયો ફુટેજની તપાસ કર્યા પછી એક શંકાસ્પદને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો હતો. આ શંકાસ્પદે બંને ફ્લાઈટમાં જોવા મળ્યો હતો કે જેમાં ચોરી થઈ હતી. શંકાસ્પદે મુસાફરનો ફોન નંબર સંબંધિત એરલાઈન્સ પાસેથી લેવામાં આવ્યો હતો. જોકે, તેણે એરલાઈન્સ સાથે છેતરપિંડી કરવા માટે બુકિંગ સમયે ખોટા નંબર નાખ્યો હતો અને આ નંબર કોઈ અન્યના નામે નોંધાયેલો હતો.
આ રીતે આરોપીની ભાળ થઈ
તપાસ પછી શંકાસ્પદનો સાચો નંબર મળી આવ્યો અને જાણવા મળ્યું કે શકમંદ આરોપી પહાડગંજ વિસ્તારમાં રહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ વ્યક્તિનો ફોટો મળતા અને પહાડગંજની આસપાસના વિસ્તારોમાં લોકોને જોવા મળ્યો હતો. આરોપી પહાડગંજમાં રિકી ડિલક્સનામના એક ગેસ્ટ હાઉસમાં સૌથી ઉપરાના માળે રહેતો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તે આ ગેસ્ટહાઉસના માલિક પણ છે.આ પછી આરોપી પકડાતા તેની ઓળખ 40 વર્ષીય રાજેશ કપૂર તરીકે થઈ હતી. આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે ખુલાસો કર્યો હતો કે તે ફ્લાઈટમાં હેન્ડબેગ લઈને વૃદ્ધ મહિલા મુસાફરોને નિશાન બનાવતો હતો. ઘણી વખત તો પ્લેનમાં ટાર્ગેટ જોયા પછી તે એરલાઈન્સમાંથી પણ પોતાની સીટ બદલીને તેમની બાજુમાં બેસી જતો.
સટ્ટાની રમતમાં કરોડો રુપિયા વાપર્યા
પહાડગંજમાં આરોપીના ઘરથી મોટી માત્રામાં સોનુંં અને ચાંદીના ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે, તેણે પણ ખુલાસો કર્યો હતો કે ઘણા બધા કિસ્સાઓમાં તેણે ચોરી કરેલા ઘરેણા કરોલ બાગમાં શરદ જૈન નામના એક ઝવેરીને વેચી દિદા હતા. આરોપીએ જણાવ્યું કે મોટાભાગની ચોરીના રુપિયા સટ્ટા રમવામાં વાપરી નાંખ્યા હતા. આરોપીએ પહેલા ચોરીના 11 કિસ્સાઓનો સમાવેશ કર્યો હતો. જેમાંથી 5 કિસ્સાઓમાં આઈજીઆઈ એરપોર્ટની છે. પોલીસે રિસીવીર શરદ જૈનની ધરપકડ કરાઈ હતી.
ચોર પકડાઈ ગયો