અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચમાં ઘૂસણખોરોને રોકવા પોલીસે નવી રણનીતિ ઘડી
- પોલીસકર્મીઓને અગવડતા ન પડે તે માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો
- તાત્કાલિક બંદોબસ્તમાં ફેરફાર કરીને ખાસ પ્લાન તૈયાર કર્યો
- સ્ટેડિયમની અંદર પોલીસ કર્મીઓને મેચ શરૂ થાય તેના એક કલાક પહેલા જ બોલાવવામાં આવશે
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચમાં ઘૂસણખોરોને રોકવા પોલીસે નવી રણનીતિ ઘડી છે. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકના માર્ગદર્શન સાથે સ્ટેડિયમની સુરક્ષા માટે તાત્કાલિક બંદોબસ્તમાં ફેરફાર કરાયો છે. પોલીસકર્મીઓની વ્યથા સાંભળ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓની તાત્કાલિક મિટિંગ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં સુરક્ષા ચૂક ન થાય અને પોલીસકર્મીઓને અગવડતા ન પડે તે માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
મેચ સાંજે 7.30 વાગ્યે હોય અને કર્મીઓને બપોરે બે વાગ્યે તૈનાત કરવામાં આવે છે. કર્મીઓના કાઉન્સેલિંગ બાદ બંદોબસ્તમાં ફેરફાર કરીને ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન પર રિ-ડેવલપમેન્ટ, જાણો કેવી હશે સુવિધાઓ
તાત્કાલિક બંદોબસ્તમાં ફેરફાર કરીને ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચ દરમ્યાન શહેર પોલીસને થાપ આપીને ભાવનગરનો યુવક ગત, શુક્રવારે લોખંડની જાળી કૂદીને મેદાનમાં પહોંચી જઇને મહેન્દ્રસિંહ ધોનીને ભેટયા બાદ પગે પડયો હતો. જેમાં અમદાવાદ પોલીસથી સુરક્ષા ચૂક થયાનું સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીએ જવાબદાર પોલીસકર્મીઓના નિવેદન નોંધીને કાઉન્સેલિંગ કર્યુ હતુ. જેમાં પોલીસકર્મીઓને પડતી મુશ્કેલીઓ સામે આવી હતી. આથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક બંદોબસ્તમાં ફેરફાર કરીને ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં પોલીસકર્મીઓને ક્યાં બંદોબસ્ત છે તે પ્રમાણે આઇકાર્ડ ઉપરી અધિકારીઓ આપશે અને તેમણે ત્યાં ક્યા પ્રકારની કામગીરી કરવી અને શું ધ્યાન રાખવાનું તે અગાઉથી સમજાવી દેવામાં આવશે.
40 ડિગ્રી તાપમાનમાં ખડેપગે બંદોબસ્ત
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ગત, વર્લ્ડકપની ફાઇનલ મેચ બાદ ફરીથી એક વખત શુક્રવારે IPLની ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની મેચ દરમ્યાન ભાવનગરનો યુવક લોખંડની જાળી કૂદીને મેદાનમાં પહોંચી જઇને ધોનીને પગે લાગ્યો હતો. જેથી અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક જવાબદાર પોલીસકર્મી અને અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરી હતી. જેમાં પોલીસકર્મીઓ અને અધિકારીએ પોતાની આપવિતી ઠાલવતા ઉચ્ચ અધિકારીને જણાવ્યુ કે, મેચ હોય સાંજના 7 વાગ્યે છે અમને બંદોબસ્તમાં 40 ડિગ્રી તાપમાનમાં બોલાવીને ખડેપગે બંદોબસ્ત કરવાનો હોય છે તેમજ પાણીની પણ સુવિધા હોતી નથી અને મેચ પૂર્ણ થાય ત્યાં સુધી તેમના કામ કરવાની ક્ષમતા પણ ઓછી થઇ જતી હોય છે.
પોલીસ કર્મીઓને મેચ શરૂ થાય તેના એક કલાક પહેલા જ બોલાવવામાં આવશે
પોલીસકર્મીઓની વ્યથા સાંભળ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક મિટિંગ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં સુરક્ષા ચૂક ન થાય અને પોલીસકર્મીઓને અગવડતા ન પડે તે માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરીને અમલવારી પણ શરૂ કરી છે. નવા પ્લાન મુજબ, ફિટનેસમાં કમ્પ્લેટ હોય તેવા કર્મીને સ્ટેડીયમમાં બંદોબસ્તમાં રાખવા તેમજ સ્ટેડીયમની અંદર ફરજ બજાવતા હોય તેવા કર્મીઓને મેચ શરૂ થાય તેના એક કલાક પહેલા જ બોલાવવામાં આવશે. આ ઉપરાંત, પોલીસ બંદોબસ્તના આઇકાર્ડ ક્યાં પ્રકારનો બંદોબસ્ત છે તે મુજબના અલગ અલગ કલરના આઇકાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યુ છે.