ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન પર રિ-ડેવલપમેન્ટ, જાણો કેવી હશે સુવિધાઓ

  • રૂ. 2,350 કરોડના ખર્ચે આ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાઇ
  • હાલમાં 40 વર્ષ પહેલાં તૈયાર કરાયેલા બિલ્ડિંગને તોડવાનું કામ ચાલી રહ્યું છે
  • નવા સ્ટેશનની ડિઝાઈન કોણાર્ક અને અડાલજ વાવ થીમ પર તૈયાર કરાઈ

ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન પર રિ-ડેવલપમેન્ટની કામગીરી પુરજોશમાં શરૂ થઇ છે. જેમાં અમદાવાદના 161 વર્ષ જૂના કાલુપુર રેલવે સ્ટેશનની ત્રણ જ વર્ષમાં કાયાપલટ થશે. હાલમાં 40 વર્ષ પહેલાં તૈયાર કરાયેલા બિલ્ડિંગને તોડવાનું કામ ચાલી રહ્યું છે. અન્ય પ્લેટફોર્મ પર જતાં મુસાફરો ડાયરેક્ટ વોક-વે બ્રિજ પર જઇ શકે તે માટે ટેમ્પરરી બ્રિજ પર ડ્રોપની વ્યવસ્થા કરાઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: મુદ્દામાલ રજૂ ન કર્યો તો વડોદરા કોર્ટે PIને સાત દિવસની સજા ફરમાવી 

રૂ. 2,350 કરોડના ખર્ચે આ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાઇ

રાજ્યના સૌથી મોટા રેલવે સ્ટેશન ગણાતા અમદાવાદ રેલવે સ્ટેશનની રિડેવલપમેન્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રૂ. 2,350 કરોડના ખર્ચે આ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાઇ રહી છે. આ કામગીરી 36 માસમાં પૂર્ણ કરવામાં આવશે. જેને પગલે અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પાસે હાલ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. 161 વર્ષ જૂના અમદાવાદ રેલવે સ્ટેશન પર 40 વર્ષથી પણ વધારે સમય પહેલાં તૈયાર થયેલા બિલ્ડીંગને તોડવાની હાલ કામ થઇ રહ્યું છે. મુસાફરોને હાલાકી ન પડે તે માટે પણ વ્યવસ્થાઓ કરાઇ છે.

એન્ટ્રી ગેટથી એક ટેમ્પરરી બ્રિજ પણ તૈયાર કરાયો

એન્ટ્રી ગેટથી એક ટેમ્પરરી બ્રિજ પણ તૈયાર કરાયો છે. જેને પગલે પ્લેટફોર્મ નં 2થી 9 પર જવા માટેના ડાયરેક્ટ વોક-વે બ્રિજને કનેક્ટ કરાયો છે. જેથી પ્લેટફોર્મ 1 પર મુસાફરોની ભીડને પણ ઓછી કરી શકાય. અમદાવાદ રેલવે સ્ટેશનના 9 પ્લેટફોર્મની સાથે 16 રેલવે ટ્રેક પણ છે જેથી ટ્રેનોની પણ અવરજવર વધારે જોવા મળતાં મુસાફરોની ભીડ પણ જોવા મળે છે. કાલુપુર ખાતેના અમદાવાદ રેલવે સ્ટેશન પર રિડેવલપમેન્ટની કામગીરી તબક્કાવાર કરવામાં આવશે. તબક્કાવારની કામગીરીને પગલે મુસાફરોને અને ટ્રેનના સંચાલનમાં કોઇ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવી રહ્યેં છે. રેલવે સ્ટેશન પર આવેલ હેરિટેજ ઇમારતોને પણ નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખીને કામગીરી કરવામાં આવશે.

નવા સ્ટેશનની ડિઝાઈન કોણાર્ક અને અડાલજ વાવ થીમ પર તૈયાર કરાઈ

ડેવલપમેન્ટની કામગીરીને પગલે ઘણી ટ્રેનોનું સંચાલન પણ સાબરમતી અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી કરવામાં આવી રહ્યું છે. નવા સ્ટેશનની ડિઝાઈન કોણાર્ક અને અડાલજ વાવ થીમ પર તૈયાર કરાઈ છે. સારંગપુર બ્રિજથી કાલુપુર બ્રિજ સુધીનો 10 મીટર ઉંચો એલિવેટેડ રોડ બનાવાશે. તેમજ 16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પણ બનશે જેમાં પાર્કિંગની સાથે રેલવેની ઓફિસ અને મુસાફરો માટે ફૂડકોર્ટ અને રેસ્ટ રૂમ પણ બનાવાશે. દેશમાં ત્રણ રેલવે સ્ટેશનનોને ‘આઇકોનિક’ તરીકે વિકસીત કરવા માટે જાહેરાત કરાઇ હતી જેમાં દિલ્હી, મુંબઇની સાથે અમદાવાદ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે.

Back to top button