ગુજરાત: મુદ્દામાલ રજૂ ન કર્યો તો વડોદરા કોર્ટે PIને સાત દિવસની સજા ફરમાવી
- સેશન્સ કોર્ટે કસૂરવાર પીઆઇને સાત દિવસની સજા ફ્ટકારી દીધી
- લોકસભા ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત વડોદરાના પીઆઇ પર કાર્યવાહી
- અદાલતના હુકમને અવગણના કરવાનો કોઇ ઇરાદો ન હતો: PI
મુદ્દામાલ રજૂ ન કર્યો તો વડોદરા કોર્ટે PIને સાત દિવસની સજા ફરમાવી છે. જેમાં બંદોબસ્તમાં હોવાથી વર્ષો જૂના કેસમાં મુદ્દામાલ રજૂ ન થયો. તેમાં પીઆઇએ ટ્રાયલ કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરી જ દીધો હતો. જેમાં અદાલતના હુકમને અવગણના કરવાનો તેમનો કોઇ ઇરાદો ન હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમી વચ્ચે જાણો કયા શહેરોમાં છે ભારે પવન સાથે વરસાદની આગાહી
સેશન્સ કોર્ટે કસૂરવાર પીઆઇને સાત દિવસની સજા ફ્ટકારી દીધી
લોકસભા ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત વડોદરાના એક પીઆઇ દ્વારા રાયોટીંગના વર્ષો જૂના એક કેસમાં મુદ્દામાલ રજૂ નહી થઇ શકતાં વડોદરા સેશન્સ કોર્ટે કસૂરવાર પીઆઇને સાત દિવસની સજા ફ્ટકારી દીધી હતી. હાઈકોર્ટે CRPCની જોગવાઇઓ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્થાપિત સિદ્ધાંતને ટાંકીને અરજદાર પીઆઇની સજાનો ટ્રાયલ કોર્ટનો હુકમ રદબાતલ ઠરાવ્યો હતો. હાઇકોર્ટે ચુકાદામાં ઠરાવ્યું છે કે, ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-349ની શિક્ષાત્મક પ્રકારની જોગવાઇનો હળવાશથી ઉપયોગ થવો જોઇએ નહી અને તેનો ભાગ્યે જ ઉપયોગ થવો જોઇએ.
349 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકે અન્યથા નહી
ખાસ કરીને જેના કબ્જામાં મુદ્દામાલ કે દસ્તાવેજ હોય અને તે વ્યકિતને ક્રિમીનલ કોર્ટ દ્વારા બોલાવવામાં આવે અને તે વ્યકિત દ્વારા જો જાણીબુઝીને ઇરાદાપૂર્વક તે મુદ્દામાલ કે દસ્તાવેજ રજૂ કરવાનો કે કોર્ટની પૃચ્છાનો જવાબ આપવાનો ઇનકાર કરવામાં આવે તો તેવા કિસ્સામાં 349 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકે અન્યથા નહી. હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, જો કોર્ટના પ્રશ્નોને ઇરાદાપૂર્વક ટાળનાર કે મુદ્દામાલ કે દસ્તાવેજ જાણીબુઝીને કોર્ટ સમક્ષ રજૂ નહી કરનાર વ્યકિત વિરૂધ્ધ ટ્રાયલ કોર્ટ સીઆરપીસીની કલમ-349 હેઠળ શિક્ષાત્મક પગલાં લઇ શકે પરંતુ તે પણ તેને સુનાવણીની તક આપીને અથવા તો તેને સાંભળ્યા બાદ. પ્રસ્તુત કેસમાં અરજદાર પીઆઇએ ટ્રાયલ કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરી જ દીધો હતો અને અદાલતના હુકમને અવગણના કરવાનો તેમનો કોઇ ઇરાદો ન હતો. આથી અરજદાર પીઆઇને સાત દિવસની સજા ફ્ટકારતો હુકમ રદબાતલ ઠરાવવામાં આવે છે.