ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ ઠાર મરાયા

  • સુરક્ષા દળોએ સ્થળ પરથી એક AK-47 રાઈફલ, એક કાર્બાઈન ગન અને એક ઈન્સાસ રાઈફલ જપ્ત કરી

મહારાષ્ટ્ર, 13 મે: ગઢચિરોલી જિલ્લાના ભામરાગઢ જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં બે મહિલાઓ પણ સામેલ છે. પોલીસે એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે. ગઢચિરોલી મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં અહીં મતદાન થઈ ગયું છે. ગોળીબાર બંધ થયા બાદ સુરક્ષા દળોએ સ્થળ પરથી એક AK-47 રાઈફલ, એક કાર્બાઈન ગન અને એક ઈન્સાસ રાઈફલ જપ્ત કરી હતી.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા એક નક્સલીની ઓળખ પેરિમિલી દલમના ઈન્ચાર્જ કમાન્ડર વાસુ તરીકે થઈ છે. એન્કાઉન્ટર બાદ પોલીસે હથિયારો ઉપરાંત નક્સલીઓની અન્ય વસ્તુઓ પણ કબજે કરી છે.

આ ઘટના વિશે પોલીસે શું કહ્યું?

ગઢચિરોલીના પોલીસ અધિક્ષક (એસપી) નીલોત્પલે સોમવારે જણાવ્યું હતું કે, બાતમી મળી હતી કે નક્સલવાદીઓના પેરમીલી દલમ જૂથના કેટલાક સભ્યો તેમના વ્યૂહાત્મક કાઉન્ટર-ઓફેન્સિવ ઓપરેશન(TCOC)ના ભાગ રૂપે વિધ્વંસક પ્રવૃત્તિઓ હાથ ધરવાના ઉદ્દેશ્ય સાથે ભામરાગઢ તાલુકાના કટરાંગટ્ટા ગામની નજીકના જંગલમાં પડાવ નાખીને બેઠા હતા. આ પછી, ગઢચિરોલી પોલીસની સ્પેશિયલ વિંગ C-60 કમાન્ડોની બે ટીમોને તાત્કાલિક વિસ્તારની શોધ માટે મોકલવામાં આવી હતી.

એસપીએ જણાવ્યું કે, સી-60 કમાન્ડોની ટીમો વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી, તે દરમિયાન નક્સલવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જે બાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગોળીબાર સમાપ્ત થયા બાદ સ્થળ પરથી એક પુરુષ અને બે મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે માર્યા ગયેલા એક નક્સલવાદીની ઓળખ પેરામીલી દલમના પ્રભારી અને કમાન્ડર વાસુ તરીકે થઈ છે.

એસપી નીલોતપલે જણાવ્યું કે, ઘટનાસ્થળે એક એકે-47 રાઈફલ, એક કાર્બાઈન, એક ઈન્સાસ રાઈફલ, નક્સલવાદી સાહિત્ય અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નક્સલવાદીઓ પોતાને મજબૂત કરવા માર્ચથી જૂન દરમિયાન TCOC કરે છે અને જંગલમાં દૃશ્યતા વધવાથી સુરક્ષા દળો પર મોટા હુમલાઓ કરે છે.

આ પણ જુઓ: કેજરીવાલની તિહારમાંથી કાયમી મુક્તિની તારીખ જાહેર? જાણો શું છે મામલો

Back to top button