આંતરરાષ્ટ્રીયચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“ઠીક છે, તો પાકિસ્તાનને પણ બંગડીઓ પહેરાવી દઈશું”: PM મોદીએ કોને આપ્યો જવાબ?

  • ભાજપને 400 બેઠક મળશે તો બંધારણ બદલી નાખશે તેવા વિપક્ષના આક્ષેપનો પણ વડાપ્રધાને આપ્યો જવાબ

બિહાર, 13 મે, 2024: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એક ચૂંટણી સભાને સંબોધતા વિરોધ પક્ષોને જવાબ આપ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું કે, કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોને પાકિસ્તાનનો એટલો બધો ડર લાગે છે કે તેમને રાત્રે સપનામાં પણ પાકિસ્તાનના પરમાણુ બોંબ દેખાય છે.

ઈન્ડી ગઠબંધનના નેતાઓ કેવાં કેવાં નિવેદન કરે છે તેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને ફારુક અબ્દુલ્લાનું નામ લીધા વિના તેમના એક નિવેદનનો જવાબ આપ્યો કે, વિપક્ષી નેતા કહે છે કે, પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી. અરે ભાઈ પહેરાવી દઈશું. તેમને તો લોટ પણ જોઈએ છે, વીજળી પણ નથી. અમને ખબર નહોતી કે તેમની પાસે બંગડીઓ પણ નથી.

વાંચો અહીં –

શું ફારુક અબ્દુલ્લા પાકિસ્તાન તરફી છે? કેમ ભારતને પાકિસ્તાનના અણુબોંબની ધમકી આપી?

નોંધપાત્ર છે કે, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કૉન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ થોડા દિવસ પહેલાં તેમનો પાકિસ્તાન પ્રેમ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાન સાથે સંબંધ સારા રાખવા જોઈએ, નહીં તો પાકિસ્તાને કંઈ બંગડીઓ નથી પહેરી અને તેમની પાસે અણુબોંબ પણ છે. આવું જ નિવેદન ત્યારબાદ કોંગ્રેસના પાકિસ્તાન-પ્રેમી નેતા મણિશંકર ઐયરે પણ કર્યું હતું. તેમણે પણ કહ્યું હતું કે, ભારતે પાકિસ્તાન સાથે સંબંધ સારા રાખવા જોઈએ. પાકિસ્તાન પાસે અણુબોંબ છે અને ત્યાં કોઈ મગજનો ફરેલો શાસક આવી જશે અને બોંબ ફોડી દેશે તો ભારતની શી દશા થશે?

આ સંદર્ભમાં આજે વડાપ્રધાને બિહારમાં રેલીને સંબોધતા કહ્યું કે, પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી તો આપણે પહેરાવી દઈશું.

દરમિયાન, એક વિશેષ મુલાકાતમાં વડાપ્રધાનને એમ કહેતા પણ ટાંકવામાં આવ્યા હતા કે, બંધારણનો સૌથી વધુ ભંગ કોંગ્રેસે કર્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએને 400 કરતાં વધુ બેઠક મળશે તો તેઓ બંધારણ બદલી નાખશે તેવા વિપક્ષોના આક્ષેપ અંગે તમે શું કહેવા માગો છો? તેવા પ્રશ્નના જવાબમાં વડાપ્રધાન માહિતી આપતા જણાવ્યું હતું કે, હકીકતે એમના પરિવારે (અર્થાત નહેરુ-ગાંધી પરિવારે) જ બંધારણનો સૌથી વધુ ભંગ કર્યો છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, બંધારણનો સૌથી પહેલો ભંગ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યો હતો. તેમણે જ સૌથી પહેલાં બંધારણમાં ફેરફાર કરીને ફ્રીડમ ઑફ સ્પિચના અધિકારને દબાવી દીધો હતો. ત્યારબાદ 1975માં તેમના દીકરી ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદીને બંધારણના આત્માને ખતમ કરી દીધો હતો. અને પછી તેમના જ પુત્ર રાજીવ ગાંધી મીડિયા ઉપર નિયંત્રણ મેળવવા માટે એક ખરડો લાવ્યા હતા. જોકે, ત્યારે દેશના મીડિયા તેમજ વિરોધ પક્ષોએ ભારે ઊહાપોહ કર્યો હતો જેને કારણે રાજીવ ગાંધી ખરડો પસાર ન કરાવી શક્યા, પરંતુ તેમનો ઈરાદો તો હતો જ.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 કલાક કાશીમાં રહેશે, આજે સાંજે રોડ-શો કરશે

Back to top button