ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

‘થપ્પડ મારો, થપ્પડ ખાઓ…’ આંધ્રપ્રદેશમાં ધારાસભ્ય અને મતદાર વચ્ચે ઉગ્ર મારામારી, જુઓ વીડિયો

Text To Speech
  • YSR કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આંધ્ર પ્રદેશ, 13 મે: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા હેઠળ આજે સોમવારે દેશભરના 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન, આંધ્રપ્રદેશના એક મતદાન મથક પરથી YSR કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તેનાલીના ધારાસભ્ય એ. શિવકુમાર પોતાનો મત આપવા માટે કતારમાં ઉભેલી વ્યક્તિ પાસે પહોંચે છે. ત્યારબાદ બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થાય છે. આ પછી ધારાસભ્યએ મતદારને થપ્પડ મારી દે છે. આ પછી તે વ્યક્તિ  પણ તરત જ ધારાસભ્યને થપ્પડ મારી દે છે.

 

પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી

આ દરમિયાન ધારાસભ્ય શિવકુમારના સમર્થકોએ તે વ્યક્તિ પર હુમલો કર્યો અને તેને માર મારવાનું શરૂ કર્યું. દસ સેકન્ડના આ વીડિયોમાં કોઈ સુરક્ષાકર્મી વ્યક્તિને બચાવવા આવ્યો નહીં અને આ મામલે પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.  આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે કહ્યું કે, જે મતદારો કહે છે કે YCPના બદમાશો અને ગુંડાગીરીથી ડરવાનું જરૂર નથી. તેની હિંમત માટે હું તેમને સલામ કરું છું.

ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશની 25 લોકસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. વાય.એસ. જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSR કોંગ્રેસ પાર્ટીની સરકારનો સામનો ભાજપ અને ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં રહેલી તેલુગુ દેશમ પાર્ટીના ગઠબંધન સાથે છે.

આ પણ જુઓ: હૈદરાબાદમાં માધવી લતાએ મહિલા મતદારોના બુરખા હટાવીને વોટર ID ચેક કર્યા, જુઓ વીડિયો

Back to top button