સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રમાં મોટા સમાચાર સામે આવ્યા
- ઉપદેશ રાણાને મારવા માટે એક કરોડ રૂપિયાની સોપારી
- આરોપી કટ્ટર માનસિકતા ધરાવતા લોકોને રડારમાં લઈ સંપર્ક કરતો
- બિહારનો મૌલવી સુરતના મૌલાનાની માફક શહેનાઝ હિંદુવાદી નેતાઓ વિરુદ્ધ ઉશ્કેરતો
સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રમાં મહારાષ્ટ્ર કનેક્શન સામે આવ્યું છે. તેમાં મહારાષ્ટ્રથી આરોપી રઝાને ઝડપ્યો છે. બિહારના શહેનાઝની પૂછપરછમાં મહારાષ્ટ્રના તાર ખુલ્યા હતા. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી આરોપી રઝાને ઝડપ્યો છે. મૌલાનાની જેમ શહેનાઝ રઝાને હિંદુવાદી નેતાઓ વિરુદ્ધ ઉશ્કેરતો હતો.
આ પણ વાંચો: ગુજરાત: નીટ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને વચેટિયો બાંસવાડાથી ઝડપાયા
આરોપી કટ્ટર માનસિકતા ધરાવતા લોકોને રડારમાં લઈ સંપર્ક કરતો
આરોપી કટ્ટર માનસિકતા ધરાવતા લોકોને રડારમાં લઈ સંપર્ક કરતો હતો. તથા હિંદુ નેતાઓ વિરુદ્ધ ઝેર ઓકી ગેંગમાં સામેલ કરતો હતો. જેમાં આરોપી શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝાની ધરપકડ કરવામાં આવી છે. તેમાં મૌલાના સુહેલ, મોહમદ અલી, શકીલ સત્તાર શેખની ધરપકડ કરાઇ છે. સુરતમાં હિન્દુ નેતાઓની સોપારી પ્રકરણમાં બિહારના શહેનાઝની પૂછપરછમાં મહારાષ્ટ્રની લિંક મળી છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રથી એક આરોપીને પકડ્યો છે. જેમાં મહારાષ્ટ્રના નાદેડના રઝા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.
બિહારનો મૌલવી સુરતના મૌલાનાની માફક હિંદુવાદી નેતાઓ વિરુદ્ધ ઉશ્કેરતો
બિહારનો મૌલવી સુરતના મૌલાનાની માફક નાંદેડના રઝાને પણ હિંદુવાદી નેતાઓ વિરુદ્ધ ઉશ્કેરતો હતો. કટ્ટર માનસિકતા ધરાવતા લોકોને રડારમાં લઈ તેઓ સાથે સોશિયલ મીડિયાથી સંપર્ક કરતો હતો. હિંદુ નેતાઓ વિરુદ્ધ ઝેર ઓકી પોતાની ગેંગમાં સામેલ કરતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં સુરતમાંથી એક મૌલવીની એક હિન્દુ સંગઠનના નેતાની હત્યા સહિતની અન્ય ઘટનાઓના ષડયંત્ર બનાવવાના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી. સુરતના પોલીસ અધિકારી અનુપમ સિંહ ગેહલોતે ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ મૌલવી સોહેલ અબુબક્ર તિમોલ (27) તરીકે જણાવી છે. જે એક દોરા ફેક્ટ્રીમાં કામ કરતો હતો. તે મુસ્લિમ બાળકોને ઇસ્લામ પર ખાનગી ટ્યૂશન આપતો હતો.
ઉપદેશ રાણાને મારવા માટે એક કરોડ રૂપિયાની સોપારી
ગેહલોતે જણાવ્યું કે, પકડાયેલો આરોપી એક ટીવી ચેનલના મુખ્ય સંપાદકની સાથો સાથ ભાજપના તેલંગાણા ધારાસભ્ય રાજા સિંહ અને પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને પોતાના આકાઓ સાથે મળીને ધમકી આપવાની યોજના બનાવી રહ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ પાકિસ્તાન અને નેપાળના લોકોની સાથે મળીને હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મારવા માટે એક કરોડ રૂપિયાની સોપારી આપવા અને પાકિસ્તાનથી હથિયાર ખરીદવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.