અમદાવાદ: રેલવેમાં ગેરકાયદે હેરફેર થતાં પકડાયેલા 13 કિલો સોના પર GST લાગશે
- આંગડિયાવાળા જીએસટી સાથે જ ચાર્જ વસૂલીને બિલ બનાવે છે
- પાર્સલમાં મોકલેલા સોનામાં કોઈ જીએસટી ભરાયુ નથી
- આંગડિયા પેઢીઓને નોટિસો કાઢીને આગામી દિવસોમાં સુનાવણી નિશ્ચિત કરી
અમદાવાદમાં રેલવેમાં ગેરકાયદે હેરફેર થતાં પકડાયેલા 13 કિલો સોના પર GST લાગશે. જેમાં GSTએ મેટ્રો કોર્ટમાં 77થી વધુ અરજીઓ કરી, કોર્ટે રેલવેને નોટિસ પાઠવી છે. મોટાભાગે આંગડિયા પેઢીઓ મારફતે સોનું હેરફેર થતું હોવાથી પેઢીઓને નોટિસ આપી છે. જેમાં પાર્સલમાં મોકલેલા સોનામાં કોઈ જીએસટી ભરાયુ નથી.
આ પણ વાંચો: અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલની નિયુક્તિ મુદ્દે PMOમાં ફરિયાદ
ગેરકાયદે હેરફેર થતું 13 કિલોગ્રામ જેટલું સોનું પકડી પાડયુ
રેલવે પોલીસે તાજેતરમાં જ વિવિધ ટ્રેનોમાં આંગડિયા પેઢીઓ દ્વારા ગેરકાયદે હેરફેર થતું 13 કિલોગ્રામ જેટલું સોનું પકડી પાડયુ હતુ. તેનો કબજો જીએસટી વિભાગને સોંપતા હવે વિભાગે આવા જુદા જુદા 77 કેસમાં સોનાના વ્યવહારોના મૂળ સુધી પહોંચી ચૂકવવાપાત્ર થતા વેરાનું પગેરું મેળવી તેની વસૂલાત કરવા શહેરની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં અલગ અલગ અરજીઓ કરી છે. જેમાં કોર્ટે રેલવે પોલીસ અને વિવિધ આંગડિયા પેઢીઓને નોટિસો કાઢીને આગામી દિવસોમાં સુનાવણી નિશ્ચિત કરી છે.
વિવિધ આંગડિયા પેઢીઓ દ્વારા પાર્સલમાં સોનું મોકલ્યુ
જીએસટીના ખાસ એડવોકેટે કોર્ટને જણાવ્યુ હતુ કે, વિવિધ આંગડિયા પેઢીઓ દ્વારા પાર્સલમાં સોનું મોકલ્યુ હતુ. જેમાં અમદાવાદ રેલવે પોલીસે આંગડિયા પેઢીની તપાસ કરતા માલુમ પડયુ હતુ કે, પાર્સલમાં મોકલેલા સોનામાં કોઈ જીએસટી ભરાયુ નથી. જેથી રેલવે પોલીસે પંચનામું કરીને સોનું કબજે કર્યુ હતુ. આ અંગે રેલવે પોલીસે જીએસટી વિભાગને જાણ કરી હતી. જીએસટી વિભાગએ અરજીમાં એવો ઉલ્લેખ કર્યો છે, પકડાયેલા સોના પેટે કુલ 7.80 કરોડ જેટલો જીએસટી મેળવાનો છે. જયા સુધી આંગડિયા પેઢીના સંચાલકો જીએસટીના ભરે ત્યાં રેલવે પોલીસે કબજે કરેલ સોનાનો કબજો જીએસટી વિભાગનો સોંપવો જોઈએ. જેમાં કોર્ટે રેલવે પોલીસ અને વિવિધ આંગડિયા પેઢીના સંચાલકો સામે કારણ દર્શક નોટિસો કાઢી છે.
આંગડિયાવાળા જીએસટી સાથે જ ચાર્જ વસૂલીને બિલ બનાવે છે
સોનાના જથ્થાનું રેલવે પોલીસે પંચનામું કરીને જીએસટી વિભાગને જાણ કરી હતી. જેમાં કહ્યું હતું કે, જીએસટીના કાયદાની જોગવાઈ મુજબ પ્રાથમિક દ્રષ્ટિએ કરચોરીના હેતુસર વહન થતુ હોવાનું જણાઈ આવે છે. વગર બીલથી સોનાની હેરાફેરી કરવા બદલ જીએસટી એકટની વિવિધ કલમોનો ભંગ થાય છે અને તે કાયદા હેઠળ આવો મુદ્દામાલ કાયદેસર રીતે ડીટેન અને સીઝ થવાને પાત્ર છે. આ મુદ્દામાલ અંગે જીએસટી ડીપોર્ટમેન્ટ દ્વારા જીએસટી એકટની કલમ 130 હેઠળની કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કે વેપારી આંગડિયા પેઢી મારફતે સોનું મોકલે છે ત્યારે આંગડિયાવાળા જીએસટી સાથે જ ચાર્જ વસૂલીને બિલ બનાવે છે. આમ, સોનું મોકલનાર દરેક જીએસટી તો ભરે જ છે. પરંતુ આ વસૂલેલો જીએસટી આંગડિયાવાળા સરકારમાં જમા જ કરાવતા ન હોવાનું ધ્યાને આવ્યું છે.