નેશનલવીડિયો સ્ટોરી

Video: લગ્નના દિવસે વરરાજાની ગર્લફ્રેન્ડ લાલ ડ્રેસમાં સ્ટેજ પર પહોંચી, લગ્ન કરવા કન્યાને મારવા લાગી

Text To Speech
  • વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નના મંચ પર વરરાજાની પ્રેમિકા લગ્નના ડ્રેસમાં આવી અને દુલ્હનને માર મારવા લાગે છે

HD ન્યૂઝ ડેસ્ક, 12 મે: સોશિયલ મીડિયા પર એકથી એક ચડિયાતા ફની વીડિયો વાયરલ થાય છે. તાજેતરમાં, આવો જ એક ફની વીડિયો ફરીથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજાની ગર્લફ્રેન્ડ અચાનક લગ્નના મંચ પર આવે છે અને દુલ્હન સાથે બરાબરનો ઝઘડો કરે છે અને પછી તો તે દુલ્હનને માર પણ મારવા લાગે છે. લોકો આ વીડિયોને ખૂબ લાઈક અને શેર કરી રહ્યા છે. તે જ સમયે, ઘણા લોકો વીડિયો જોયા પછી વરરાજાની મજા લઈ રહ્યા છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by Anita sharma (@anita_suresh_sharma)

ગર્લફ્રેન્ડ અને કન્યા વચ્ચે ઝપાઝપી

વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા લગ્નના સ્ટેજ પર ઉભા છે, ત્યારે અચાનક વરરાજાની ગર્લફ્રેન્ડ સ્ટેજ પર આવીને દુલ્હનને ધમકાવી રહી છે. આ જોઈને વરરાજા ખૂબ જ આશ્ચર્યચકિત અને પરેશાન થઈ જાય છે. પછી ગર્લફ્રેન્ડ અને દુલ્હન વચ્ચે લડાઈ શરૂ થાય છે. મામલો બોલચાલીથી મારામારી સુધી પહોંચે છે. તે જ સમયે, લગ્નમાં હાજર લોકોને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. અહીં સ્ટેજ પર ઉભેલા કેટલાક લોકો દુલ્હન અને વરરાજાની ગર્લફ્રેન્ડ વચ્ચેની લડાઈને શાંત કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

વીડિયો જોઈને લોકો વરરાજાની મજા લેવા લાગ્યા

વાયરલ થઈ રહેલા આ વીડિયોને અનિતા શર્મા નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સમાચાર લખ્યા ત્યાં સુધી 60 લાખથી વધુ લોકોએ તેને જોયો છે અને 95 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. જ્યારે વીડિયો જોયા બાદ ઘણા લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. વરરાજાના વર્તનનો આનંદ લેતા એક યુઝરે લખ્યું, ‘ગજબ થઈ ગયો, માત્ર એક જામુંન માટે આટલું મોટું યુદ્ધ થઈ ગયું.’ બીજાએ લખ્યું, ‘એવું લાગે છે કે વરરાજાને સરકારી નોકરી હશે, એટલે તો બેય ઝઘડી રહ્યા છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ઢોલ ના બંધ થવો જોઈએ, પછી ભલે ગમે તે થાય.’

આ પણ વાંચો: ભાઈના જન્મદિવસે આખી રાત કરી પાર્ટી, સવારે ઉઠતાની સાથે જ ત્રીજા માળેથી લગાવી છલાંગ, જૂઓ CCTV

Back to top button