ટ્રેન્ડિંગનેશનલફન કોર્નરવિશેષ

માદા ચિત્તા સાથે બચ્ચાંનો મધર્સ ડેઃ જૂઓ કુનો નેશનલ પાર્કનો વીડિયો

Text To Speech
  • પ્રોજેક્ટ ચિતા હેઠળ જીવતા 3 માદા ચિત્તાના 14 બચ્ચાં હાલ પાર્કમાં જોવા મળી રહ્યા છે
  • મધર્સ ડેના અવસર પર વીડિયો દ્વારા ત્રણ માદા ચિત્તા અને તેમના બચ્ચાની હરકતોને સાર્વજનિક કરાઈ
  • કુનો મેનેજમેન્ટ દ્વારા બચ્ચાઓને ગરમીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ

શિયોપુર,12 મે: દેશની ધરતી પર ચિત્તાઓનું એકમાત્ર ઘર એવા મધ્યપ્રદેશના શિયોપુર સ્થિત કુનો નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ ચિતા હેઠળ જીવતા 3 માદા ચિત્તાના 14 બચ્ચાં હાલ પાર્કમાં જોવા મળી રહ્યા છે. કુનો નેશનલ પાર્ક મેનેજમેન્ટે 12મી મેના રોજ મધર્સ ડેના અવસર પર વીડિયો દ્વારા ત્રણ માદા ચિત્તા અને તેમના બચ્ચા સાથેની મજેદાર ક્ષણોને સાર્વજનિક કરી છે.

જૂઓ અહીં વીડિયોઃ

હાલમાં પાર્કમાં કુલ 27 ચિત્તા  છે, જેમાં 13 પુખ્ત અને 14 બચ્ચાં છે. કુનો મેનેજમેન્ટે પણ આ બચ્ચાઓને ગરમીથી બચાવવા માટે વ્યવસ્થા કરી છે.

માદા ચિત્તા આશા 6 વર્ષની છે અને તેણે 3 જાન્યુઆરી 2024ના રોજ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો. 17 સપ્ટેમ્બર 2022 ના રોજ, માદા ચિત્તા આશા સહિત નામિબિયાથી 8 ચિત્તા કન્સાઇનમેન્ટમાં લાવવામાં આવ્યા હતા. આશાને ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં નર ચિત્તા પવન સાથે એક જંગલમાં મુક્ત કરવામાં આવી હતી. હવે આ બચ્ચાં ચાર મહિના કરતાં પણ વધુ ઉંમરના છે અને કુનો જંગલમાં ખૂબ કૂદકા મારી રહ્યાં છે.

માદા ચિત્તા આશા કુનો જંગલમાં તેના નાના બચ્ચાને શિકાર અને ખોરાકની વ્યવસ્થા કેવી રીતે કરવી તે શીખવી રહી છે. આ જ કારણ છે કે ત્રણેય બચ્ચાં તોફાની તો છે જ, પરંતુ નાના વન્યજીવો અને પક્ષીઓ પર પણ ત્રાટકતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે ત્રણેય બચ્ચાઓ માટે ભારતની આકરી ગરમીની આ પહેલી સીઝન છે, તેથી માતા આશા આ બચ્ચાઓને ગરમીથી બચાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.

આ પણ વાંચો:   Happy Mother’s DaY: માતૃ દેવો ભવઃ શાસ્ત્રોમાં પણ છે માની મમતાનો ઉલ્લેખ

Back to top button