અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં PSI બન્યા PIના ત્રાસનો ભોગ, લખ્યો આપઘાતનો પત્ર
- પોલીસ સબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે
- છેલ્લા ઘણા સમયથી PI જાટ પરેશાન કરતા હોવાનો પત્રમાં આરોપ
- DCP એ ખાતાકીય તપાસના આદેશ આપ્યા
અમદાવાદમાં નિકોલ PIના ત્રાસથી કંટાળીને PSIએ પત્ર લખ્યો છે. જેમાં PI કે.ડી.જાટના ત્રાસથી મને આપઘાત કરવાનું મન થાય છે તેમ PSI જે.બી.શિયાળે પત્રમાં જણાવ્યું છે. PSI એ ઉચ્ચ અધિકારીઓ અને ગૃહમાં પત્ર લખ્યો છે. તેમજ PI ના ત્રાસથી કંટાળી રાજીનામાનો પત્ર લખ્યો છે. છેલ્લા ઘણા સમયથી PI જાટ પરેશાન કરતા હોવાનો પત્રમાં આરોપ છે.
આ પણ વાંચો: રાજકોટ: ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પી.ટી. જાડેજાના હવે સુર બદલાયા
પોલીસ સબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે
નિકોલ પોલીસ સ્ટેશનમાં PSI માનસિક ત્રાસનો ભોગ બન્યા છે. જેમાં PI કે.ડી.જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ અપાયા છે. તેમાં DCP એ ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદમાં આવેલા નિકોલ પોલીસ સ્ટેશનના PSI જ્યંતિ શિયાળે આપવીતિ જણાવતો પત્ર સોશિયલ મીડિયા પર વહેતો કર્યો છે. જોકે આ પત્ર PSI જ્યંતિ શિયાળે DGP અને ગૃહ વિભાગને મોકલી આપ્યો છે. આ પત્રના માધ્યમથી PSI જ્યંતિ શિયાળે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI કે. ડી. જાટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સમગ્ર મામલે DCPએ નિકોલ PI કે.ડી.જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ અપાતા પોલીસ સબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વર્ષ 2022 માં PSI તરીકે જ્યંતિ શિયાળની નિમણૂક થઈ હતી
PSI જ્યંતિ શિયાળે જાહેર કરેલા પત્રમાં લખ્યું હતું કે, વર્ષ 2022 માં PSI તરીકે જ્યંતિ શિયાળની નિમણૂક થઈ હતી. પરંતુ તેઓએ જ્યારથી ફરજ પર કમાન સંભાળી છે, ત્યારથી તેમને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI કે. ડી. જાટ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. તે ઉપરાંત તેમને પોલીસ સ્ટેશનની અંદર અન્ય કર્મચારીની સરખામણીમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. તે ઉપરાંત કોઈ પણ ભૂલ થાય ત્યારે અન્ય કર્મચારીઓની સામે ગાળો બોલીને અપમાનિત કરવામાં આવતા હોવાની આપવીતિ વર્ણવી હતી. સમગ્ર મામલે DCPએ નિકોલ PI કે.ડી.જાટ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ અપાતા પોલીસ સ્ટાફમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.