સુરત : પુત્રીએ કહ્યું માતા-પિતા મારી પાસે દારૂ-ગાંજો વેચાવડાવે છે, મારે ત્યાં નથી જવું
- અરજદાર માતા તરફ્થી કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીમાં આક્ષેપભરી રજૂઆત
- કોર્ટે યુવતીને તેની ઇચ્છા મુજબ પોલીસ રક્ષણ સાથે મોકલી આપવા હુકમ કર્યો
- યુવતીએ અદાલતને વિનંતી કરી કે, તેને તેની માતા સાથે કોઇ સંજોગોમાં જવુ નથી
સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીર પુત્રીનો પતો મેળવવા માતાએ કરેલી અરજીમાં પુત્રીએ ઘટસ્ફોટ કર્યો છે. તેમાં પુખ્ત વયની, પરિણીત હોવાનું કહેતા પોલીસ રક્ષણ સાથે તેની ઈચ્છા મુજબ જવા દેવા હુકમ થયો છે. તેમાં હાઇકોર્ટના નિર્દેશાનુસાર પોલીસ દ્વારા છોકરીને શોધી હાઇકોર્ટ રૂબરૂ રજૂ કરાઇ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ, જાણો કયા છે વરસાદની આગાહી
માતા અને તેના બીજા પિતા તેની પાસે દારૂ-ગાંજો વેચાવડાવે છે
સુરતની એક માતાએ પોતાની સગીર પુત્રીની ભાળ મેળવવા માટે હાઇકોર્ટ સમક્ષ કરેલી હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમ્યાન અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, સગીરા હવે પુખ્ત થઇ ગઇ છે અને તેણે લગ્ન કરી લીધા છે. તે તેની ઇચ્છા મુજબ તેના પતિ સાથે જ જવા ઇચ્છે છે. બીજી બાજુ, યુવતીએ હાઇકોર્ટ સમક્ષ ઘટસ્ફોટ કર્યો હતો કે, તે તેની માતા સાથે જવા માંગતી નથી કારણ કે, તેની માતા અને તેના બીજા પિતા તેની પાસે દારૂ-ગાંજો વેચાવડાવે છે. તમામ હકીકતો ધ્યાને લઇ હાઈકોર્ટની ખંડપીઠે યુવતીને તેની ઇચ્છા મુજબ પોલીસ રક્ષણ સાથે મોકલી આપવા હુકમ કર્યો હતો.
અરજદાર માતા તરફ્થી કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીમાં આક્ષેપભરી રજૂઆત
અરજદાર માતા તરફ્થી કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીમાં આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, અરજદારની સગીર વયની પુત્રી છેલ્લા દોઢ-બે વર્ષથી ગાયબ છે અને તેમણે ઓગસ્ટ-2022 અને 2023માં પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાછતાં આજદિન સુધી પોલીસ દ્વારા તેમની પુત્રીની ભાળ મેળવાઇ નથી. દરમ્યાન આ કેસમાં હાઇકોર્ટના નિર્દેશાનુસાર પોલીસ દ્વારા છોકરીને શોધી હાઇકોર્ટ રૂબરૂ રજૂ કરાઇ હતી તો અદાલતના ધ્યાન પર ચોંકાવનારી હકીકતો આવી હતી કે, છોકરીએ કોઇ યુવક સાથે લગ્ન કરી લીધા છે અને તે હવે પુખ્તવયની થઇ ગઇ છે. યુવતીએ હાઇકોર્ટ સમક્ષ મોટો ખુલાસો કર્યો હતો કે, તેને કોઇએ ગોંધી રાખી નથી, તેણે તેની મરજીથી યુવક સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે પુખ્તવયની છે.
અદાલતને વિનંતી કરી કે, તેને તેની માતા સાથે કોઇ સંજોગોમાં જવુ નથી
તેણે અદાલતને વિનંતી કરી કે, તેને તેની માતા સાથે કોઇ સંજોગોમાં જવુ નથી. તેની માતા અને તેના બીજા પિતા તેની પાસે દારૂ-ગાંજો અને નશાકારક પદાર્થ વેચાવડાવે છે. તે તેના પતિ સાથે જ જવા ઇચ્છે છે. યુવતીનો ખુલાસો સાંભળી જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેએ પણ યુવતીને તેની ઇચ્છા મુજબ પોલીસ રક્ષણ સાથે તેને જયાં જવુ હોય ત્યાં મોકલી આપવા હુકમ કર્યો હતો અને અરજદાર માતાની રિટ અરજી ફ્ગાવી દીધી હતી.