ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ગરમીમાં માથાના દુખાવા માટે જવાબદાર કારણો આ રહ્યા, મેળવો રાહત

Text To Speech
  • ગરમીમાં તાપમાન વધવાના કારણે માથાનો દુખાવો થાય છે. ખાસ કરીને જ્યારે ફિઝિકલ એક્ટિવીટી વધી જાય તો માથાનો દુખાવો વધી જાય છે

ગરમીની સીઝનમાં ઘણા લોકોને માથાના દુખાવાની સમસ્યા પરેશાન કરે છે. તેનું કારણ હીટ હોઈ શકે છે. ગરમીમાં તાપમાન વધવાના કારણે માથાનો દુખાવો થાય છે. ખાસ કરીને જ્યારે ફિઝિકલ એક્ટિવીટી વધી જાય તો માથાનો દુખાવો વધી જાય છે. તેના માટે આ કારણો જવાબદાર હોઈ શકે છે.

ગરમીમાં માથાના દુખાવાના કારણો

  • ડિહાઈડ્રેશન
  • હીટ સ્ટ્રોક કે ગરમીથી બેચેની
  • વધુ સમય સુધી તડકામાં રહેવું
  • કોઈ ખાસ પ્રકારની વાસ
  • હીટમાં એક્સર્સાઈઝ કરવી

માથાના દુખાવાથી આ રીતે મેળવો છુટકારો

  • ડિહાઈડ્રેશનના કારણે માથામાં દુખાવો થઈ રહ્યો હોય તો જરૂરી છે કે દિવસભર ઘણું બધુ પાણી પીતા રહો. હેલ્ધી લિક્વિડને પણ ડાયેટમાં સામેલ કરો. ખીરા, કાકડી, તરબૂચ જેવા પાણી વાળા ફળો ખાવાનું શરૂ કરો. જેના કારણે શરીરમાં પાણીની કમી ન થાય અને માથાના દુખાવાની સમસ્યા ન થાય.
  • ગરમીમાં તડકાના કારણે વધુ માથાનો દુખાવો થતો હોય છે. તો તડકામાં જવાથી બચો. જો જરૂરી જ હોય તો શરીરને સંપૂર્ણ કવર કરીને જાવ
  • આ સિવાય કોઈ પણ પ્રકારની સુગંધ વગરનું ક્રીમ, સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો.
  • વધારે પડતી ગરમીમાં ઈન્ટેન્સ એક્સર્સાઈઝ કરવાથી બચો. હીટના કારણે માથામાં દુખાવો થઈ શકે છે
  • ક્યારેય પણ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર દવા ન ખાશો.

ગરમીમાં માથાના દુખાવા માટે જવાબદાર કારણો આ રહ્યા, મેળવો રાહત hum dekhenge news

માથાના દુખાવા માટે ડાયેટમાં આ ફૂડને કરો સામેલ

રિસર્ચ મુજબ લીલા પાંદડાવાળા શાકભાજી ડાયેટમાં લેવાથી માઈગ્રેન અને માથાના દુખાવાથી રાહત મળે છે. ફોલિક એસિડ, મેગ્નેશિયમ, આયરન, વિટામીન બી 6 અને બી 12 જેવા પોષક તત્વો, બ્રોકલી જેવા શાકભાજીમાં હોય છે. તેને ડાયેટમાં જરૂર સામેલ કરો.

 

ગરમીમાં માથાના દુખાવા માટે જવાબદાર કારણો આ રહ્યા, મેળવો રાહત hum dekhenge news

સીડ્સ એન્ડ નટ્સ

હેલ્ધી ફૂડ્સ તમને બીમાર થતા બચાવે છે અને હેલ્થ સાથે જોડાયેલી અનેક તકલીફો દૂર કરે છે. ડાયેટમાં સીડ્સ અને નટ્સ ખાવાથી તેમાં રહેલું મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામીન બી જેવા તત્વો માથાનો દુખાવો થવા દેતા નથી. ઓમેગા 3 ફેટી એસિડને પણ કરો સામેલ

આ ફૂડ્સ પણ ખાવ

ગરમીમાં દહીં, અનાજ, દાળ, અંજીર, ડાર્ક ચોકોલેટ જેવા ફૂડ્સ ડાયેટમાં રોજ ખાવાથી માથાના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે.

આ પણ વાંચોઃ નાઈટ રાઈડર્સ પ્લેઓફ્સમાં ક્વોલીફાય; મુંબઈની ફરીને એજ વાર્તા!

Back to top button