IPL-2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

પંત નહીં તો કોણ?: દિલ્હી કેપિટલ્સના ત્રણ ખેલાડીઓ જે ટીમના કેપ્ટન બની શકે છે

Text To Speech

10 મે, નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટને કારણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ સસ્પેન્શન DCની આવનારી મેચ એટલેકે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં લાગુ પડશે.

તો હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે ઋષભ પંતની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે કોણ નિયુક્ત થઇ શકે છે? આમ તો DC એક એવી ટીમ છે જેનો સઘળો ભાર પંત ઉપર જ રહ્યો છે એવામાં અચાનક તેનું સસ્પેન્ડ થવું તે ટીમ માટે જરૂર આંચકારૂપ બની જશે. એવામાં દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ મહત્વની એટલા માટે પણ છે કે તેમાં જીત મળવાથી તેના પ્લેઓફ્સમાં રમવાના ચાન્સીઝ વધી જશે.

દિલ્હીની ટીમમાં એવા ત્રણ ખેલાડીઓ છે જે પંતની ગેરહાજરીમાં ટીમની કપ્તાની સંભાળી શકે તેમ છે. તો ચાલો જોઈએ આ ત્રણ ખેલાડીઓ કયા કયા છે.

અક્ષર પટેલ: સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પર દિલ્હી કેપિટલ્સ વિશ્વાસ કરી શકે છે. આમ તો અક્ષરે ક્યારેય IPLમાં કપ્તાની કરી નથી પરંતુ તે આ વર્ષે તેમજ ગયા વર્ષે દિલ્હી માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી ચૂક્યો છે. અક્ષર ઓલરાઉન્ડર હોવાને કારણે બેટિંગ અને બોલિંગ એમ બંને રીતે ટીમને મદદ કરી શકે છે.

ડેવિડ વોર્નર: એક રીતે જોવા જઈએ તો ઋષભ પંતના કુદરતી વિકલ્પ તરીકે ડેવિડ વોર્નરની પસંદગી થાય તે સ્વાભાવિક છે. ગયા વર્ષે જ્યારે પંત એક અક્સ્માતને કારણે ઈજાગ્રસ્ત હતો ત્યારે વોર્નરે જ ટીમની કમાન સંભાળી હતી. પરંતુ હાલમાં ડેવિડ વોર્નર પ્લેયિંગ ઈલેવનનો પણ હિસ્સો નથી કારણકે તે ઈજાગ્રસ્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આમ વોર્નરને કેપ્ટન બનાવવામાં આવે તેવી શક્યતાઓ હાલમાં તો ખૂબ ઓછી જોવા મળે છે.

શે હોપ: વેસ્ટ ઇન્ડિઝનો વિકેટ કીપર બેટ્સમેન અને કેપ્ટન DC માટે કેપ્ટનનો બહેતર વિકલ્પ બની શકે છે. જો કે અક્ષર પટેલની જેમ હોપે પણ આ અગાઉ એક પણ વખત IPLની કોઈ ટીમ માટે કપ્તાની કરી નથી. પરંતુ શે હોપને વેસ્ટ ઇન્ડિઝમાં કેપ્ટન મટીરીયલ તરીકે ઓળખવામાં આવે છે. જો શે હોપને કેપ્ટન બનાવવામાં આવે તો દિલ્હીનું ચાર વિદેશી ખેલાડીઓ રમાડવાના નિયમને લીધે એક ખેલાડીનું સ્થાન આપોઆપ રોકાઈ જશે એવામાં ટીમનું કોમ્બીનેશન બેસાડવામાં મેનેજમેન્ટને તકલીફ પડી શકે તેમ છે.

Back to top button