T-20 વર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડ કપમાં કોણ બનશે રોહિતનો ઓપનીંગ પાર્ટનર? – દાદાએ કર્યો ખુલાસો

Text To Speech

11 મે, નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ખુલાસો કર્યો છે કે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર T20 વર્લ્ડ કપમાં રોહિતનો ઓપનીંગ પાર્ટનર કોણ બનશે. દાદાના મતે આ IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા એક ખાસ ખેલાડીએ આ ભૂમિકા ભજવવી જોઈએ.

ગાંગુલીએ કહ્યું હતું કે આવનારા T20 વર્લ્ડ કપમાં રોહિતનો ઓપનીંગ પાર્ટનર IPL 2024માં શાનદાર દેખાવ કરનાર વિરાટ કોહલી જ હોવો જોઈએ. આ સિઝનમાં વિરાટે અત્યારસુધી 12 મેચમાં 153.51ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટ અને 70.44ની એવરેજથી 634 રન બનાવ્યા છે. વિરાટ કોહલી હાલમાં ઓરેન્જ કેપ પર પણ  પોતાનો કબજો જમાવી ચૂક્યો છે.

આ બાબતે સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, ‘વિરાટ એકદમ શાનદાર દેખાવ કરી રહ્યો છે. ગઈ મેચમાં તેણે ઝડપથી 90 રન બનાવી દીધા હતા. આ જોઇને T20 વર્લ્ડ કપમાં પણ તેણે ઓપનીંગમાં આવીને બેટિંગ કરવી જોઈએ. તેની આ વર્ષની IPLની અમુક ઇનિંગ્સ ઘણી અદ્ભુત રહી છે.

આ વખતના વર્લ્ડ કપને જીતવાની શક્યતાઓ બાબતે ગાંગુલીએ કહ્યું હતું કે ભારતે એક સંતુલિત ટીમની પસંદગી કરી છે જેમાં 17 વર્ષના લાંબા ગાળા બાદ આ ટ્રોફી જીતવાની ક્ષમતા છે. ભારતે દક્ષિણ આફ્રિકામાં રમાયેલા સહુથી પ્રથમ વર્લ્ડ કપને 2007ની સાલમાં જીત્યો હતો. ગાંગુલીએ કહ્યું હતું કે, ‘આ બહુ સારી ટીમ છે અને મને લાગે છે કે સિલેક્ટરોએ સર્વશ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે. બેટિંગમાં ઊંડાણ છે અને બોલિંગ પણ બહેતર દેખાય છે. બુમરાહ આ સમયના સહુથી શ્રેષ્ઠ ફાસ્ટ બોલર છે.આપણી પાસે કુલદીપ, અક્ષર અને સિરાજનો અનુભવ છે. આ વખતે ટીમનું કોમ્બીનેશન સુંદર છે.’

આ વર્ષે IPLમાં ઘણી બધી વખત 250 કે તેનાથી ઉપરના સ્કોર બન્યા છે તે અંગે સૌરવ ગાંગુલીનું કહેવું છે કે, ‘આવનારા વર્ષોમાં પણ આ ચાલુ જ રહેશે. T20 હવે તાકાતની રમત બની ગઈ છે અને એક સમય તો એવો આવવાનો જ હતો જ્યારે આ શક્ય બનત. હું સંજુ સેમસનની નિવેદન વાંચી રહ્યો હતું જેમાં તેણે કહ્યું હતું કે આધુનિક T20માં આળસને કોઈજ સ્થાન નથી. અહીં તો ફક્ત તમારે બોલને ફટકારવાના છે અને હવે આમ જ રહેશે.’

આ પ્રકારના સ્કોર્સ બનવા પાછળ ગાંગુલીએ બેટિંગ પીચો, નાના મેદાનો અને ઈમ્પેક્ટ પ્લેયરનો રુલ જવાબદાર છે. ગાંગુલીએ કહ્યું હતું કે હવે બોલરોએ જરા અલગ રીતે વિચારીને બોલિંગ કરવાની જરૂર છે જેથી તેઓ પોતાની ટીમને આટલા બધા રન આપતા રોકી શકે.

Back to top button