ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શું પામ તેલથી વધે છે શરીરમાંં કોલેસ્ટ્રેરોલનું પ્રમાણ જાણો

  • પેપ્સિકો ઈન્ડિયા એક સ્નેક્સ બનાવનારી પ્રતિષ્ઠિત કંપની
  • કંપનીએ મહત્ત્વના નિર્ણય કર્યો છે તે હવે પોતાની પ્રોડક્ટમાં પામ તેલનો નહી કરે ઉપયોગ
  • પામ ઓઈલના કારણે વધે છે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ

HD ન્યુઝ ડેસ્ક, 11 મે: પેપ્સીકો ઈન્ડિયા કે જે ઘણી બધી ચિપ્સ, બિસ્કીટ અને સ્નેક્સ બનાવનારી એક પ્રતિષ્ઠિત કંપની છે, જેણે લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લેતા એક મહત્ત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે કંપનીએ નક્કી કર્યું છે કે હવેથી ખાવા-પીવાની વસ્તુઓ બનાવવા માટે પામ ઓઈલનો ઉપોયગ કરશે નહીં. તેના બદલામાં સૂર્યમુખીનું તેલ, મકાઈનું તેલ અને કેનોલા તેલનો ઉપયોગ કરશે. હકિકતમાં આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં વધી રહેલા હાર્ટ એટેકની સંખ્યા છે. જોકે પ્રશ્ન એ છે કે શું પામ તેલથી ખરેખર હ્રદયના સ્વાસ્થ્ય માટે નુકશઆન દાયી છે. જાણો પામ તેલ વિશે વિસ્તારમાં.

પામ તેલ વિશ

પામ તેલ પામ વૃક્ષની છાલના ઉપરના ભાગે લાલ રંગના પલ્પમાંથી નીકળે છે. આ તેલનો ઉપયોગ ચોકલેટ, ખારી, બિસ્કીટ અને અનેક પ્રકારના પ્રોસેસ્ડ ફૂડ બનાવવામાં માટે થાય છે. આ સિવાય પણ હવે વેજિટેબલ ઓઈલનો ઉપયોગ ઘણી રીતે બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થઈ રહ્યો છે.

પામ તેલથી કેવી રીતે વધે છ કોલેસ્ટ્રોલનું પ્રમાણ

પામ તેલનો ઉપયોગ ન કરવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાં એક સૌથી મોટું કારણ એ છે કે આ તેલમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોય છે. એક ખરાબ ચરબી ઉત્પન્ન કરે છે જે કોલેસ્ટ્રોલ વધારે છે. જે શરીરમાં સ્નાયુતંત્રની ધમનીઓ સાથે ચોંટવાનું શરૂ કરતા હૃદય રોગનું કારણ બને છે.

રસોઈમાં તંદુરસ્ત તેલનો કરો ઉપયોગ

 કોઈ પણ તેલ કે જેમાં જેટલું મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હશે, તેટલું જ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હશે. જેમકે જૈતુનનું કોઈ પણ તેલ, સુરજમુખીનું તેલ, મકાઈનું તેલ અને કેનોલા તેલ.  જોકે, આ સિવાય એવોકેડોનું તેલ, તલનું તેલ અને સોયાબીનનું તેલ પણ ઉપયોગમાં લઈ શકાય છે. ધ્યાનમાં એ રાખવાનું છે કે એવો તેલનો રસોઈમાં ઉપયોગ કરો છે ખરાબ ફેટની માત્રા ઓછી હોય જે શરીરમાં ધમનીઓથી ચોંટે નહી.

આ સાથે જ સારા સ્વાસ્થ્ય માટે કસરતો પણ કરવી જોઈએ કે પછી કોઈ એવી એક્ટિવિટી કરવી જોઈએ જેનાથી શરીરની ચરબી ઓગળવા લાગે. આ સિવાય તમારે તમારા ખોરાકમાં તેલના ઉપયોગમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સાથે જ પ્રયાસ કરવો જોઈએ કે પોતાના ખોરાકમાં તેલનું પ્રમાણ ઓછું હોય. આ સાથે રસોઈ બનાવવાની પદ્ધતિમાં પણ બદલાવ કરવો જોઈએ.

આ પણ વાંચો: ગરમી આવતા જ કેમ વધી જાય છે ડાયાબિટીસ? આ રીતે કરો મેનેજ

Back to top button