IPL-2024વિશેષસ્પોર્ટસ

શું ધોનીના નીચલા ક્રમે બેટિંગ કરવાથી ચેન્નાઈની તકલીફો વધી છે? – ચાલો જાણીએ

Text To Speech

11 મે, અમદાવાદ: IPL 2024માં ધોનીના નીચલા ક્રમે બેટિંગ કરવાનું રહસ્ય હજી પણ અકબંધ રહ્યું છે. ચેન્નાઈ ગઈકાલની ગુજરાત સામેની મેચ સહિત પોતાની છેલ્લી 6 મેચોમાંથી 4 મેચો હારી ગયું છે.

ગઈકાલે ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી એક મહત્વની મેચમાં પણ મહેન્દ્ર સિંહ ધોની છેક 8માં નંબરે રમવા આવ્યો હતો અને ખાસ વાત તો એ રહી હતી કે તેનો સ્ટ્રાઈક રેટ ચેન્નાઈના અન્ય બેટ્સમેનો કરતાં સહુથી વધુ રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર પણ લોકો ધોનીના નીચલા ક્રમે આવીને બેટિંગ કરવાથી નારાજ છે. તેમનું માનવું છે કે ધોનીના આ પગલાંને લીધે જ ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્લેઓફ્સમાં આવવાનું તકલીફમાં પડી ગયું છે. જો ધોની સારા ફોર્મમાં છે અને તે દેખાઈ પણ રહ્યું છે તો તેણે ઉપરના ક્રમે આવીને બેટિંગ કરવી જોઈએ.

કારણકે હવે IPLના પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ એવી છે કે જો ચેન્નાઈ પોતાની બાકીની મેચો જીતી પણ જાય તો પણ નેટ રનરેટ જ કદાચ તેને પ્લેઓફ્સમાં પહોંચાડવામાં કામ આવી શકશે. ગઈકાલે જ્યારે ધોનીએ ગુજરાત સામે બેટિંગ કરી હતી ત્યારે તેનો સ્ટ્રાઈક રેટ 236.36નો રહ્યો હતો.

પરંતુ જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ચેન્નાઈ ઓલરેડી મેચ હારી ચુક્યું હતું. કારણકે ત્યારે તેને 20 બોલમાં 67 રન જીતવા માટે જોઈતાં હતા. આથી ક્રિકેટ પ્રેમીઓ પ્રશ્ન કરી રહ્યા છે કે જો ધોની આટલી સારી સ્ટ્રાઈક રેટથી રમી શકતો હોય તો મેચ જ્યારે ઓલરેડી વિપક્ષી ટીમ જીતી ચૂકી હોય ત્યારે બેટિંગમાં આવવાનો શો ફાયદો.

ધોની સાથે રમી ચૂકેલા બે ક્રિકેટરો હરભજન સિંઘ અને ઈરફાન પઠાણે અગાઉ પણ ધોનીના આ નિર્ણયની આકરી ટીકા કરી છે. હરભજને સ્પષ્ટ કહ્યું છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં ધોનીની મરજી વિરુદ્ધ કશું થતું નથી. આથી જો ધોની છેક 8 કે 9 નંબરે આવીને બેટિંગ કરે છે તો તે ટીમ મેનેજમેન્ટનો નહીં પરંતુ ધોનીનો ખુદનો નિર્ણય છે.

એક અન્ય સમાચાર અનુસાર ધોની પોતે પગની ઈજાથી પીડાઈ રહ્યો છે અને આથી જો તે ઉપરના ક્રમે બેટિંગ કરવા આવે તો તેને રનીંગ કરતી વખતે તકલીફ પડે એ માટે એ આટલા નીચલા ક્રમે આવીને બેટિંગ કરે છે.

Back to top button