માત્ર 79,999 રુ. માં iVooMe એનર્જીએ લોન્ચ કર્યા 3 ઈ-સ્કુટર
- iVooMe એનર્જીએ એક સાથે ત્રણ વેરિયન્ટ કર્યા છે લોન્ચ
- JeetX ZE ઇલેક્ટ્રિક સ્કુટર સિંગલ ચાર્ઝમાં 170KM સુધી ચાલશે
- કેટેગરીમાં એકમાત્રા સ્કુટર છે કે જે આપે છે રુમુવેબલ કોમ્પેક્ટ બેટરી
HD ન્યુઝ ડેસ્ક,11 મે: ઈલેક્ટ્રિક સ્કુટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે બે iVooMe એનર્જીએ રજુ કરેલા સરસ વિકલ્પ છે. iVooMe એનર્જીએ ગુરુવારે JeetX ZE ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યાં છે. કંપનીએ આ ઈ-સ્કૂટરને ત્રણ વેરિઅન્ટમાં માત્ર 79,999 રુપિયામાં પ્રારંભિક કિંમત શરૂઆતી કિંમતમાં લોન્ચ કર્યા છે. આ વેરિયન્ટ્સમાં 2.1kWh, 2.5kWh અને 3kWh બેટરી પેક આપી છે જે એકવારના ચાર્જમાં 170 KMની રેન્જ સુધી ફરી શકે છે. ગ્રાહકો પોતાની પર્સનાલિટીની સાથે મેચ કરે તે માટે 8 અલગ-અલગ પ્રીમિયમ કલર જેવા કે નાર્ડો ગ્રે, ઈમ્પીરીયલ રેડ, અર્બન ગ્રીન, પર્લ રોઝ, પ્રીમિયમ ગોલ્ડ, સેરુલિયન બ્લુ, મોર્નિંગ સિલ્વર અને શેડો બ્રાઉન આપ્યા છે. જેનું બુકીંગ 10 મેથી શરુ થશે.
iVooMeના ઈલેક્ટ્રિક સ્કુટરના ખાસ ફિચર્સ
JeetX ZE ઇલેક્ટ્રિક સ્કૂટર 1350 mm લાંબા વ્હીલબેસની સાથે આવે છે. જેની 760 મીમી લાંબી અને 770 મીમી ઉંચી સીટ તેની કેટેગરીમાં સૌથી મોટી સીટોમાંની એક છે જે લોન્ગ ડ્રાઈવમાં કમ્ફર્ટેબલ અનુભવ કરાવશે. એક્સટેન્ડેડ લેગરુમ અને બુટ સ્પેસ આ સ્કુટરને મુસાફરી માટે આરામદાયક બનાવે છે. iVooMe કંપનીના જણાવ્યા પ્રમાણે, JeetX ZE પણ 7 લેયર પ્રોટેક્શન સાથેની કેટેગરીમાં એકમાત્ર ઈ-સ્કૂટર છે જેમાં બ્લુટુથ કનેક્શન પણ આપેલું છે. બ્લુટુથ સાતે કનેક્ટ થઈને કોલ, એસએમએસ એલર્ટ અને ઇનકમિંગ કોલ દર્શાવતા એલર્ટ, મેસેજ એલર્ટ દર્શાવતા એસએમએસ એલર્ટની પણ સુવિધા છે. આ સાથે જ ડ્રાઇવિંગ ડીસ્ટન્સને નિયંત્રિત કરવા માટે જીઓ-ફેન્સિંગ પણ છે.
ZeetX ZE તેની કેટેગરીમાં એક માત્ર એવું સ્કૂટર છે જેમાં કોમ્પેક્ટ, 12 કિગ્રા રિમુવેબલ બેટરી પેક છે. યુઝર્સ સરળતાથી બેટરી બદલવવા, દુર કરવા કે ફરીથી ફિચ કરવાની સુવિધઆ આ સ્કુટરમાં આપે છે. જેમાં પોર્ટેબલ ચાર્ઝરનું વજન માત્ર 826 ગ્રામ છે.
ઈ-સ્કુટર પર વધારાની ઓફર
કંપનીનું એમ પણ કહેવું છે કે iVOOMi એ ભારતની પ્રથમ બ્રાન્ડ છે જે ચેસીસ, બેટરી અને પેઇન્ટ પર 5 વર્ષની વોરંટી ઓફર કરે છે. આ સિવાય વોટર રેઝિસ્ટન્સ માટે IP67 અને ERW મટિરિયલ-આધારિત અસર-પ્રતિરોધક શરીરના ભાગોની સાથે, આ ઈ-સ્કૂટર શ્રેષ્ઠ ટકાઉ હોવાનું પણ વચન આપે છે.
આ પણ વાંચો: ટાટા, મારુતિ અને મહિન્દ્રા લોન્ચ કરશે નવા ઇલેક્ટ્રિક વાહનો, તેમાં SUV પણ હશે સામેલ