ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

અને આ રીતે 7 કરોડ રૂપિયાનો ઢગલો થયો રસ્તા ઉપર, જાણો સમગ્ર મામલો

  • આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં પોલીસે 7 કરોડ રૂપિયાની રોકડ કરી જપ્ત
  • ટાટાની છોટા હાથી લારી સાથે અથડાઈ પલટી જતા ખુલ્યું રાજ

આંધ્રપ્રદેશ, 11 મે: આંધ્રપ્રદેશમાં આજે શનિવારે ફરી એકવાર મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. અગાઉ શુક્રવારે (10 મે) પણ NTR જિલ્લામાં રૂ. 8 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો છે, જ્યાં સાત બોક્સમાં 7 કરોડ રૂપિયા સંતાડીને લઈ જવામાં આવી રહ્યા હતા. વાસ્તવમાં, નલ્લાજરલા મંડલના અનંતપલ્લીમાં એક છોટા હાથી (TATA ACE) વાહન એક લારી સાથે અથડાઈને પલટ્યું હતું અને આ રહસ્ય ખુલ્યું હતું.

 

છોટા હાથી પલટી જતા સ્થાનિક લોકોએ જોયું કે તે વાહનમાં બોરીઓની વચ્ચે પૈસા લઈ જવામાં આવી રહ્યા છે. એટલે તરત જ તેમણે પોલીસને જાણ કરી હતી. જપ્ત કરાયેલી રકમ લગભગ 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘટના ત્યારે બની જ્યારે છોટા હાથી વિજયવાડાથી વિશાખાપટ્ટનમ તરફ જઈ રહી હતી. અકસ્માતમાં સામેલ ટાટા એસ વાહનના ચાલકને ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે ગોપાલપુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

શુક્રવારે જ મળ્યા હતા 8 કરોડ રોકડા

આ પહેલા શુક્રવારે પણ આંધ્રપ્રદેશના NTR જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી હતી. અહીં ચેકિંગ દરમિયાન, પોલીસે પાઈપોથી ભરેલી ટ્રકમાંથી આશરે રૂ. 8 કરોડની રોકડ જપ્ત કરી હતી. પોલીસે ટ્રક અને પૈસા કબજે કરવા સાથે તેમાં મુસાફરી કરી રહેલા બે લોકોને પણ કસ્ટડીમાં લીધા હતા.

હૈદરાબાદથી ગુંટુર લઈ જવામાં આવી રહ્યા હતા પૈસા

પોલીસના જણાવ્યા અનુસાર, NTR જિલ્લામાં ગરિકાપાડુ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન નોટોનો જથ્થો પકડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાઈપોથી ભરેલી ટ્રકમાં પૈસા એક અલગ કેબિનની અંદર રાખવામાં આવ્યા હતા. જગગૈયાપેટ સર્કલ ઈન્સ્પેક્ટર ચંદ્ર શેખરે ઘટનાની પુષ્ટિ કરી છે. આ પૈસા હૈદરાબાદથી ગુંટુર લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ રકમ જિલ્લા તપાસ ટીમોને સોંપશે અને ચૂંટણી પંચના અધિકારીઓ અને ફ્લાઈંગ સ્કવોડ ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ ચૂંટણી

આંધ્રપ્રદેશમાં 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થશે, ચોથા તબક્કામાં એટલે કે 13 મેના દિવસે યોજાશે આંધ્રપ્રદેશમાં ચૂંટણી.

આ પણ વાંચો: દિલ્હીમાં આંધીએ વેર્યો વિનાશઃ 3નાં મૃત્યુ, 23 ઘાયલ, સેંકડો વૃક્ષો ધરાશાયી

Back to top button