ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

 જો તમે ઈન્વર્ટર વાપરતા હોવ તો જાણાે તેની કેટલીક સેફ્ટી ટિપ્સ વિશે

HD ન્યુઝ ડેસ્ક, 11 મે: જો ઘરની લાઇટ કલાકો સુધી બંધ રહે તો ઇન્વર્ટર જ તમારી મદદ કરે છે. પણ ઘણી વાર લોકો ઈન્વર્ટરની નાની-નાની વાતો પર ધ્યાન નથી આપતા, જેના કારણે તેની બેટરીની લાઈફ ઘટી જાય છે અને પછી તેમને નવી બેટરી ખરીદવી પડે છે. હવે તો ઇન્વર્ટર ઘરનો એક જરૂરૂ ભાગ બની ગયું છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વધારે વીજળી ગુલ પાવર થતી હોય છે. આવી સ્થિતિમાં, ઇન્વર્ટરના ઉપયોગથી ઇલેક્ટ્રોનિક શંસાધનો ચલાવવામાં આવે છે. જ્યારે પહેલા ઇન્વર્ટર નહોતા ત્યારે લોકો વીજળી વગર કલાકો પસાર કરતા હતા, પરંતુ હવે ઇન્વર્ટર હોવાને કારણે લાઇટ બંધ થઇ જાય તો પણ પંખો, લાઈટ, ફોન ચાર્જિંગ સરળતાથી ચાલુ કરી શકાય છે. આ જ કારણ છે કે જો તમારી પાસે ઇન્વર્ટર હોય અને લાંબો સમય સુધી લાઇટ બંધ રહે તો વાંધો નથી આવતો. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને ઇન્વર્ટરનો દરરોજ ઉપયોગ કરતા હોય છે આથી તેમને ક્યારેક ઈન્વર્ટરમાં પણ સમસ્યાઓ જોવા મળે છે. ઇન્વર્ટરમાં જોવા મળતી સમસ્યા ઘણા કારણોસર હોય શકે છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમે કયા પ્રકારનું ઇન્વર્ટર ઘર માટે પસંદ કર્યું છે?

ઇન્વર્ટરને યોગ્ય રીતે ચાલે ચાલે તે માટે તમારે દરરોજ તેની બેટરીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પણ જો તમે જો તેની યોગ્ય કાળજી ન રાખો તો તે ખુબ જ જલદીથી બગડી પણ જાય છે. ત્યાં એક વસ્તુ છે જેના પર લોકો વધુ ધ્યાન આપતા નથી, તે છે ઇન્વર્ટરનું સ્થાન. ઇન્વર્ટરને સરળતાથી ચાલતું રાખવા માટે, તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તેને ઘરમાં ક્યાં રાખવું યોગ્ય છે.

ઈન્વર્ટરને ડાયરેક્ટ સનલાઈટ મળે તેવી જગ્યાએ ન રાખવું જોઈએ

ઈન્વર્ટર કેવી જગ્યામાં રાખવામાં આવ્યું છે તેના પરથી તેની બેટરી લાઈફ નક્કી થઈ શકે છે. સુનિશ્ચિત કરો કે ઇન્વર્ટર અને બેટરી એવી જગ્યાએ રાખવામાં આવે જ્યાં તે સ્વચ્છ હવાના સંપર્કમાં હોય, એર સર્ક્યુલેેશન સારી રીતે થતી હોય તેવી જગ્યા હોવી જરુરી છે. જોકે વધારે ધ્યાન એ રાખવાનું કે બેટરીની આસપાસ ક્ષારવાળું પાણી, વધારે ભેજ કે હાનિકારક વસ્તુઓ જેવી કે સીલ કર્યા વગરનું બેટરી ગેસિંગ જેવી કોઈ પણ વસ્તુઓ ના હોવી જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે ઇન્વર્ટર હંમેશા છાયડાવાળી અને ઠંડક વાળી જગ્યાએ રાખેલું હોવું જોઈએ. ઈનવર્ટરને ડાયરેક્ટ સૂર્યપ્રકાશ મળશે તો તેની બેટરી લાઈફ ધીમે ધીમે ઘટવા લાગશે.આ સિવાય, વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે ઇન્સ્ટોલ કરાનારાએ, ઇન્વર્ટરને મીટરની નજીક રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ પણ વાંચો: ઉનાળામાંં ઈલેક્ટ્રોનિક ઉપકરણો વાપરતા રાખજો સાવધાની, જાણો કેટલીક સેફ્ટી ટિપ્સ

Back to top button