ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવર્લ્ડ

ફ્રેન્ડશિપ મેરેજનો નવો ટ્રેન્ડ: પ્રેમ અને શારીરિક સંબંધ વિના લગ્ન, જાણો શું છે આ ટ્રેન્ડ?

Text To Speech
  • જાપાનની 124 મિલિયનની વસ્તીમાંથી એક ટકા લોકો લગ્નની પરંપરામાં એક નવો પ્રયોગ તરીકે ફ્રેન્ડશિપ મેરેજ કરી રહ્યા છે 

જાપાન,11 મે: લગ્ન એટલે બે આત્માઓનું મિલન, બે શરીરનું મિલન. લગ્નની વર્ષો જૂની આ વિભાવનામાં વારંવાર ફેરફારો થયા છે. લિવ ઇન રિલેશનશિપ પણ આવો જ એક ફેરફાર છે. જેમાં લગ્ન કરવાની જરૂર નથી પરંતુ પતિ-પત્નીની જેમ જીવવાનું હોય છે. લગ્નની આ પરંપરામાં એક નવો પ્રયોગ થઈ રહ્યો છે. આ પ્રયોગ જાપાનમાં કરવામાં આવી રહ્યો છે. જ્યાં યુવાનોમાં ફ્રેન્ડશિપ મેરેજનું ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ(SCMP) અનુસાર, આ લગ્નની એક નવી રીત છે, જેમાં યુવાનો પાર્ટનર તો બની રહ્યા છે પરંતુ આ લગ્નમાં ન તો પ્રેમ છે અને ન તો શારીરિક સંબંધને અવકાશ છે. શક્ય છે કે, જાપાનની 124 મિલિયનની વસ્તીમાંથી એક ટકા લોકો આ પ્રકારના લગ્નને પસંદ કરી રહ્યા હોય.

ફ્રેન્ડશિપ મેરેજ(Friendship Marriage) શું છે?

ફ્રેન્ડશિપ મેરેજનો અર્થ એ છે કે, યુવાનો કાયદેસર રીતે લગ્ન કરે છે. પરંતુ પતિ પત્નીઓની જેમ રોમાન્સ કે અન્ય જવાબદારીઓ નિભાવતા નથી. જો તેઓ ઈચ્છે તો કૃત્રિમ ગર્ભાધાન દ્વારા પણ બાળકો પેદા કરી શકે છે. આ લગ્નમાં બંને પાર્ટનરને બીજા પાર્ટનર સાથે રિલેશનશિપમાં રહેવાની સ્વતંત્રતા પણ મળે છે. આવા જ એક દંપતીએ SCMPને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ફ્રેન્ડશિપ મેરેજ એ સમાન વિચારવાળા રૂમમેટને પસંદ કરવા જેવું છે. આવા લગ્નમાં, પાર્ટનરો એ પણ નક્કી કરે છે કે તેઓ ઘરના ખર્ચને કેવી રીતે વહેંચશે. લોન્ડ્રી, સફાઈ અને અન્ય કામ સંયુક્ત રીતે કેવી રીતે કરશે?

ફ્રેન્ડશિપ મેરેજ કોને ગમે છે?

SCMP રિપોર્ટ અનુસાર, 32 વર્ષથી વધુ ઉંમરના યુવાનો આ પ્રકારના લગ્નને પસંદ કરી રહ્યા છે. આ લગ્ન તે લોકો દ્વારા પણ પસંદ કરવામાં આવે છે જેઓ લગ્ન પછી પણ મુક્ત રહેવા માંગે છે અથવા તેમની શારીરિક સંબંધની પસંદગીઓ અલગ હોય છે. આવા લગ્નોનો રેકોર્ડ રાખતી સંસ્થા કોલરસના જણાવ્યા અનુસાર, માર્ચ 2015થી અત્યાર સુધીમાં સોથી વધુ લોકોએ આ રીતે લગ્ન કર્યા છે અને પોતાના પરિવારનો વિસ્તાર પણ કર્યો છે.

આ પણ જુઓ: લગ્ન થયાં હોય કે નહીં, સહમતિથી થયેલા સેક્સને ખોટું ન ગણી શકાય: દિલ્હી હાઈકોર્ટ

Back to top button