ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UPમાં માણસ બન્યો જાનવર! માતા-પત્નીની હત્યા કરી ત્રણ બાળકોને ધાબા પરથી ફેંક્યા

  • વ્યક્તિએ માતા, પત્ની અને ત્રણ બાળકોને મૃત્યુને ઘાટ ઉતારીને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી

ઉત્તર પ્રદેશ, 11 મે: માનવતા અને સંબંધોને શરમાવે તેવી એક ઘટના ઉત્તર પ્રદેશના સીતાપુરથી બહાર આવી છે. હકીકતમાં, અહીં એક પાગલ વ્યક્તિએ પહેલા પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીએ પહેલા તેની માતાને ગોળી મારી અને પછી તેની પત્નીને હથોડી વડે માર મારી હત્યા કરી નાખી. તે આટલેથી ન અટક્યો, તેણે તેની માતા અને પત્નીની હત્યા કરી બાદ તેના ત્રણ બાળકોને પણ છોડ્યા નહીં. આરોપીએ તેના ત્રણ બાળકોને એક પછી એક ઘરની છત પરથી ફેંકી દીધા. જેના કારણે ત્રણેય બાળકોના મૃત્યુ થયા હતા. પરિવારના પાંચ સભ્યોની નિર્દયતાથી હત્યા કર્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આરોપીની ઓળખ અનુરાગ સિંહ તરીકે કરી છે, જે 45 વર્ષનો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તમામ મૃતદેહોને પોતાના કબજામાં લીધા હતા. હાલ તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

 

 

મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા

હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે. પોલીસ ઘટના સ્થળની નજીક રહેતા લોકોની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત મૃતકના અન્ય સંબંધીઓની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વ્યક્તિએ પરિવારના તમામ સભ્યોની હત્યા શા માટે કરી.

 

આરોપી વ્યક્તિ ડ્રગ્સનો વ્યસની હતો

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીને ડ્રગ્સની આદત હતી. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી અનુરાગ ડ્રગ્સનો વ્યસની હતો. આ જ કારણ હતું કે, તેનો પરિવાર તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલવા માંગતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અનુરાગ અને પરિવારના અન્ય સભ્યો વચ્ચે આ બાબતને લઈને ઝઘડો થયો હતો. અને આ પછી તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપી માનસિક રીતે બીમાર હતો

સીતાપુરના પોલીસ અધિક્ષક ચક્રેશ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારી ટીમને શનિવારે સવારે રામપુર મથુરા પોલીસ સ્ટેશન હેઠળના ગામ પલ્હાપુરથી માહિતી મળી હતી કે એક માનસિક રીતે બીમાર વ્યક્તિ, જેનું નામ અનુરાગ સિંહ છે, જે 45 વર્ષનો છે, તેણે તેના પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી દીધી છે અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ તેની 65 વર્ષિય માતા સાવિત્રી દેવી, 40 વર્ષીય પત્ની પ્રિયંકા અને તેના ત્રણ બાળકોની હત્યા કરી હતી.

આ પણ જુઓ: ઝાંસી પાસે ગંભીર અકસ્માત : કારમાં આગ લાગતા વરરાજા સહિત 4 ભડથું

Back to top button