ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

વરમાળા કે ‘બાળક’ માળા…, વાયરલ વીડિયો પર કાર્યવાહીની માંગ, પોલીસે પણ આપ્યો જવાબ

Text To Speech
  • વાયરલ વીડિયોમાં એક મહિલા લગભગ 12 વર્ષના છોકરા સાથે કરી રહી છે લગ્ન
  • મોટી ઉમરની મહિલા નાના બાળક સાથે લગ્ન કરતા વીડિયો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વાયરલ

રાજસ્થાન, 10 મે: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક મહિલા લગભગ 12 વર્ષના છોકરા સાથે લગ્ન કરે છે. વાયરલ વીડિયોમાં બંને હાર પહેરાવતા જોવા મળે છે. આટલી મોટી મહિલાના આટલા નાના બાળક સાથે લગ્ન એ એક આશ્ચર્યજનક ઘટના છે. જો કે દેશમાં બાળ લગ્ન ગેરકાયદેસર છે.

હવે આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે અને રાજસ્થાન પોલીસ હેલ્પ ડેસ્ક તરફથી પણ એક્શન લેવામાં આવી છે. આ સિવાય લોકોએ પણ ટિપ્પણી કરી અને કહ્યું કે તેનું નિવારણ ખૂબ જ જરૂરી છે. આ કોઈ પહેલો કિસ્સો નથી, પરંતુ આ પહેલા પણ ખાસ કરીને રાજસ્થાનથી બાળ લગ્નના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચુક્યા છે. જેમાં નાની સગીર છોકરીઓના લગ્ન આધેડ વયના પુરુષો સાથે કરવામાં આવતા હતા.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

ઉલ્લેખનીય છે કે તાજેતરના આદેશમાં રાજસ્થાન હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે રાજ્યમાં કોઈ બાળ લગ્ન ન થાય તે સુનિશ્ચિત કરે. કોર્ટે કહ્યું કે જો આવું થશે તો ગામના વડા અને પંચાયત સભ્યો જવાબદાર રહેશે. 10 મેના રોજ અક્ષય તૃતીયાના તહેવાર પહેલા બુધવારે કોર્ટનો આદેશ આવ્યો હતો.

વાસ્તવમાં, રાજસ્થાનમાં અક્ષય તૃતીયા પર ઘણા બાળ લગ્નો થાય છે. બાળ લગ્ન રોકવા માટે કોર્ટના હસ્તક્ષેપની માંગ કરતી પીઆઈએલની સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો હતો. કોર્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006નો અમલ થયો હોવા છતાં રાજ્યમાં બાળ લગ્નો થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ચશ્માં ચડાવી, દર્દીઓના વોર્ડમાં સ્કૂટી પર ફરતી નર્સને જોઈ આશ્ચર્ય-આઘાત

Back to top button