રાઘવ ચઢ્ઢાએ તોડ્યું મૌન, સીએમ કેજરીવાલને વચગાળાના જામીન મળતા કહ્યું…
નવી દિલ્હી,10 મે: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા જ AAP નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ પોતાનું મૌન તોડ્યું અને કંઈક હૃદયસ્પર્શી કહ્યું. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી દરેક દેશવાસીની આંખો ખુશીથી ભીની છે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું- દરેક દેશવાસીની આંખો ખુશીથી ભીની છે. તેમના ભાઈ, પુત્ર અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવવાના છે. આજે સાંજે જેલના તાળા તોડવામાં આવશે, કેજરીવાલ મુક્ત થશે. લોકશાહીનું રક્ષણ કરવા બદલ માનનીય સર્વોચ્ચ અદાલતનો હૃદયપૂર્વક આભાર. ઇંકલાબ જિંદબાદ, અરવિંદ કેજરીવાલ જિંદબાદ !
हर देशवासी की आँखें ख़ुशी से नम हैं, उनके भाई उनके बेटे अरविंद केजरीवाल जेल से बाहर आने वाले हैं.
आज शाम जेल के ताले टूटेंगे, केजरीवाल छूटेंगे.
लोकतंत्र की रक्षा करने के लिए माननीय सुप्रीम कोर्ट का दिल की गहराइयों से आभार।
इंक़लाब ज़िंदाबाद, अरविंद केजरीवाल ज़िंदाबाद !
— Raghav Chadha (@raghav_chadha) May 10, 2024
રાઘવ ‘રેટિનલ ડિટેચમેન્ટ’ નામની બીમારીથી પીડિત હતા
રાઘવ ચઢ્ઢા છેલ્લા કેટલાય સમયથી આંખની સર્જરી માટે બ્રિટનમાં છે. AAP મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે તેઓ આંખ સંબંધિત બિમારીથી પીડિત છે અને તેમની સારવાર બ્રિટનમાં ચાલી રહી છે. તેઓ ‘રેટિનલ ડિટેચમેન્ટ’ નામની બીમારીથી પીડિત હતા. આ રોગ એટલો ગંભીર હતો કે તેમની આંખોની રોશની પણ જતી શકતી હતી. આ જ કારણથી તે આજકાલ રાજકારણમાં સક્રિય નથી. જો કે, તેમણે રિકવરી પછી ચૂંટણી પ્રચારમાં ભાગ લેવાની વાત કરી હતી.
આ પણ વાંચો :Loksabha election:’ભાજપ દક્ષિણમાં સાફ, ઉત્તરમાં હાફ’: 2024ના પરિણામોમાં 2004નું થશે પુનરાવર્તન : જયરામ રમેશ