જીઆઈડીસીમાં સજીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે અનોખી પહેલ
સુરતમાં સજીવસૃષ્ટિનું અસ્તિત્વ ટકાવી રાખવા પર્યાવરણનું જતન જરૂરી હોવાથી વધુ વૃક્ષ વાવવાના સરકાર સંકલ્પને સાકાર કરવા 20 જુલાઈના રોજ પાંડેસરા જી આઈ ડી સીની પાછળ આવેલ બેકાવાળા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અસ્સો, બમરોલી. ખાતે 300 થી વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણને વધુ હરિયાળું બનાવવા ઇન્ડસ્ટ્રીયલના હોદેદારો દ્વારા સોસાયટીના તમામ સભ્યોને પોતાની ફેક્ટરી પાસે લાગેલ વૃક્ષના જીવન સૂત્રને અનુસરીને વૃક્ષ ઉછેરવાની જવાબદારી આપી તેનો યોગ્ય ઉછેર થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમ માં બેકાવાળા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના પ્રમુખ વિમલભાઈ બેકાવાળા, સાથે હોદ્દેદારો વિરલભાઈ સાદડીવાળા, મહેશભાઈ ગરીબનવાઝ, રાકેશભાઈ બેકાવાળા તેમજ સોસાયટી ના સભ્યો પર્યાવરણને હરિયાળું બનાવવાના ના રંગીન કાર્યક્રમમાં ઉત્સાહસભર ભાગ લીધો હતો.
આ ઉપરાંત કાર્યક્રમમાં મિનિસ્ટ્રી ઓફ રેલ્વેસ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ના પેસેન્જર અમેનિટીસ કમિટી મેમ્બર છોટુભાઈ ઇ. પાટીલના શુભ હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું. તેમજ સોસાયટીના પ્રમુખ વૃક્ષારોપણના કાર્યક્રમ ને સફળ બનાવવા અને સહયોગ આપનાર પાંડેસરા વિવર્સના પ્રમુખ આશિષભાઈ ગુજરાતી ને તેમની ટીમ સાથે રોટરી ક્લબ ઓફ સુરતના પ્રમુખ તેજશભાઈ ગાંધી નો ખુબ ખુબ આભાર માન્યો હતો.