કેવી રીતે થયું હતું ચંદ્રનું નિર્માણ, જે ઘટનાને વૈજ્ઞાનિકો Theia Impact કહે છે
- Theiaનામના ગ્રહ સાથે પૃથ્વીની અથડામણના કારણે થયું ચંદ્રનું નિર્માણ
- Theia Impactના કારણે Theia ગ્રહનો કેટલોક ભાગ પૃથ્વીમાં સમાયો હતો જેને વૈજ્ઞાનિકો કહે છે LLVPs
- પૃથ્વીની અંદર આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની નીચે સમાયેલા છે બ્લોબ
HD ન્યુઝ ડેસ્ક, 10 મે: NASA-JPL અને Caltechના વૈજ્ઞાનિકોએ ચંદ્રના નિર્માણ અંગે દાવો કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, પૃ્થ્વીના બીજા ગ્રહ સાથેની ટક્કરના કારણે બીજા ગ્રહનો કેટલોક ભાગ આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની નીચે રહેલો છે.આ ત્યારની વાત છે જ્યારે લગભગ 450 કરોડ વર્ષ પહેલા પૃથ્વીનું નિર્માણ થયું હતું. તે સમયે Theia નામનો એક નાનો ગ્રહ ધરતી સાથે અથડાયો હતો. માટે આ ઘટનાને Theia Impact કહેવાય છે. આ ટક્કરના કારણે જ ચંદ્રનું નિર્માણ થયું હતું. જોકે બીજા ગ્રહનો કેટલોક ભાગ ધરતીની અંદર સમાઈ ગયો હતો.
આ ભાગ આજે પણ આફ્રિકા અને પ્રશાંત મહાસાગરની નીચે સમાયેલો છે. વેસ્ટર્ન માયોલોજી પ્રમાણે, Theia શબ્દ ગ્રીક ટાઈટનના નામ પરથી છે. જેણે ધરતીને મળ્યા પછી સેલીન નામની દીકરીને જન્મ આપ્યો હતો, જે હકીકતમાં ચંદ્રમાની દેવી છે. જોકે ચંદ્રના નિર્માણ પછી પૃથ્વીની આસપાસ લયબદ્ધ રીતે પરીક્રમણની પાછળ આ ઘટના જ કારણભુત છે.
અથડાણની આ ઘટનામાં ઘણો કચરો પણ જમા થયો હતો. પૃથ્વની આસપાસ આ જમા થયેલા કચરાનું એક વલય જેમ શનિ ગ્રહની આસપાસ જોવા મળે છે તે પ્રકારનું વલય રચાયું હતું. જોકે સમય જતાં ધીમે ધીમે વલયનો બધો કચરો દુર થઈ ગયો હતો. જેમાં કેટલોક કચરો ચંદ્રથી સાથે ટકરાયો તો કેટલોક અંતરિક્ષમાં ખોવાઈ ગયો હતો.
વૈજ્ઞાનિકો અન્ય ગ્રહોના ભાગોને પાતાળ લોક કહે છે
વૈજ્ઞાનિકોએ બહુ પહેલા જ સાબિત કર્યું હતું કે પૃથ્વીની અંદર બે પાતાળ લોક છે. એક આફ્રિકામાં અને બીજો પેસિફિક મહાસાગરની નીચે. મોડર્ન સાયન્સના સમયમાં 1970ના દશકમાં સિસ્મોલોજિસ્ટ્સે રિસર્ચ કર્યું હતું કે પૃથ્વીની મેન્ટલ આવરણની નીચે બે જગ્યાએ મહાદ્રિપ આકારના પાતાળ લોક છે જે રહસ્યમય છે. વૈજ્ઞાનિકો તેને બ્લોબ કહી રહ્યા છે. આ બ્લોબ તેમની આસપાસની કોઈપણ વસ્તુ કરતાં વધુ ગાઢ અને નક્કર છે. આ તે સમયની વાત છે જ્યારે પ્રાચીન પૃથ્વી મંગળ ગ્રહના કદ જેટલા Theia ગ્રહ સાથે ટકરાઈ હતી. વિજ્ઞાનીઓ દાવો કરે છે કે આપણા ચંદ્રની અંદર Theiaના ગુણ, રસાયણો, પથ્થરો, માટી વગેરે હશે. પરંતુ સવાલ એ ઉઠી રહ્યો હતો કે પૃથ્વીની અંદર અસ્તિત્વ ધરાવતા રહેલા બે પાતાળ લોકની સંરચના કેવી રીતે થઈ હશે?
LLVPs (લાર્જ લો -શીયર-વેલોસીટી પ્રોવિન્સ)
2900 કિમીની ઊંડાઈએ રહેલા આ બંને બ્લોબ પણ પૃથ્વીના નિર્માણ સમયે જ રચાયા હતા. લગભગ 450 કરોડ વર્ષોથી સતત વિકસિત થઈ રહી છે. આ બ્લોબ પૃથ્વીના કોરની ચારેબાજુથી ઘેરી રાખેલા છે. વૈજ્ઞાનિકો આને LLVPs (લાર્જ લો -શીયર-વેલોસીટી પ્રોવિન્સ) કહે છે. ભુકંપમાં આવતા તરંગો વિશે રિસર્ચ કરતા સમયે આ વાતની જાણ થઈ હતી. ભુકંપના તરંગો પૃથ્વીના અલગ-અલગ ભાગમાં સાથે ભિન્ન રીતે રિએક્ટ કરે છે. આ તરંગોની સ્પીડ પણ અલગ છે. આ તંરગોના કારણે આ બે LLVPs વિશે જાણકારી પ્રાપ્ત થઈ. તે પ્રાચીન ટેક્ટોનિક સ્લેબ હોઈ શકે છે, જે પ્રચંડ ઊર્જાથી ભરેલા છે.
બ્લોબ લાવાના દરિયા પર તરતા જોવા મળી રહ્યા છે
આ મેન્ટલ બેઝની પાસે રહેલો લાવાના મહાસાગરની ઉપર તરી રહ્યા છે. Theiaનો મોટો ભાગ તુટીને પૃથ્વીનો ચંદ્ર બની ગયો હશે. પરંતુ તેનો કેટલોક ભાગ પૃથ્વીની અંદર પણ રહી ગયો હશે જેને વૈજ્ઞાનિકોએ બ્લોબ તરીકે ઓળખ આપી છે. પૃથ્વીના ભારના માત્ર 2-3% ભાગ Theiaથી બનેલો છે. બંને બ્લોબની ઘનતા તેની આસપાસના પદાર્થો કરતા 2 થી 3.5 ગણા વધારે છે જેમાં આર્યન પ્રચુર માત્રામાં રહેલું છે.
આ પણ વાંચો: NASAએ સૌરમંડળની અદ્દભૂત તસવીરો શૅર કરી, લોકોએ બનાવટી હોવાનો કર્યો દાવો