ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો: ભૂમાફિયાને નાથતો લેન્ડ ગ્રેબિંગ એક્ટ સંપૂર્ણપણે કાયદેસર

  • આ કાયદા કે તેની જોગવાઇઓના કારણે બંધારણની કલમ-13,14,19,20 કે 21નો ભંગ થતો નથી
  • હાઇકોર્ટ સમક્ષ થયેલી 150 થી વધુ પિટિશનો ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ફ્ગાવી દીધી
  • નાગરિકોના સમાનતાના કે અન્ય કોઈ જ મૂળભૂત અધિકારોનો ભંગ થતો નથી

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. જેમાં ભૂમાફિયાને નાથતો લેન્ડ ગ્રેબિંગ એક્ટ સંપૂર્ણપણે કાયદેસર છે. જેમાં લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટની જોગવાઈઓને પડકારતી 150થી વધુ અરજી ફગાવી છે. તેમાં નાગરિકોના સમાનતાના કે અન્ય કોઈ જ મૂળભૂત અધિકારોનો ભંગ થતો નથી. તેમજ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ અને તેની સંબંધિત જોગવાઇઓને કાયદેસર અને બહાલ રાખી છે.

આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારમાં ચોરીની આશંકાએ યુવાનને ગામના બે ભાઈઓ દ્વારા તાલિબાની સજા અપાઈ

હાઇકોર્ટ સમક્ષ થયેલી 150 થી વધુ પિટિશનો ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ફ્ગાવી દીધી

ગુજરાત રાજયમાં લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબિશન એકટની બંધારણીય કાયદેસરતાને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી 150 થી વધુ પિટિશનો ચીફ્ જસ્ટિસની ખંડપીઠે ફ્ગાવી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતાં ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ અને તેની સંબંધિત જોગવાઇઓને કાયદેસર અને બહાલ રાખી હતી. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં બહુ ગંભીર અને મહત્ત્વપૂર્ણ અવલોકનો પણ કર્યા હતા. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે કાયદાકીય અને ન્યાયિક રીતે પણ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટની બંધારણીયતાને માન્યતા આપી છે અને આ કાયદાની જોગવાઇઓ બંધારણ સાથે સુસંગત હોવાનું ઠરાવ્યું હતું.

આ કાયદા કે તેની જોગવાઇઓના કારણે બંધારણની કલમ-13,14,19,20 કે 21નો ભંગ થતો નથી

હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ કોઇપણ રીતે નાગરિકોના સમાનતાના અધિકાર કે અન્ય મૂળભૂત અધિકારોનુ કોઇપણ રીતે હનન કરતો નથી. આ કાયદા કે તેની જોગવાઇઓના કારણે બંધારણની કલમ-13,14,19,20 કે 21નો ભંગ થતો નથી. આ કાયદાને હજુ રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની બાકી છે ત્યારે બંધારણની કલમ-254 દ્વારા અસર પામતી હોય તેવું પણ કહી શકાય નહી. કારણ કે, આ કાયદો અને તેની જોગવાઇઓ જમીન પચાવી પાડવાની ગેરકાયદે પ્રવૃત્તિને કચડી નાંખવા લાગુ પડાયો છે. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, લોક પ્રતિનિધિઓ દ્વારા બનાવવામાં આવેલા આ કાયદામાં કોઇપણ પ્રકારની ત્રૂટિ જણાતી નથી. વિધાનસભામાં પસાર કરાયેલા કાયદામાં થયેલી સજાની જોગવાઇ એ લોક પ્રતિનિધિઓની વિવેકબુધ્ધિ અને હાલના સમયની જરુરિયાત પ્રમાણે કરાઇ હોવાનું પણ કોર્ટે ઠરાવ્યું હતું.

Back to top button