સુરતમાં આવકવેરા વિભાગના દરોડામાં રૂ.500 કરોડના હિસાબી ગોટાળા પકડાયા
- દરોડાની કામગીરી શરૂ કરતા કરચોરી કરનારામાં ફફડાટ
- દરોડા દરમિયાન ડીજીટલ ડેટા પણ જપ્ત કરાય
- એશ્વર્યા ગ્રુપની આઠ કંપનીઓના હિસાબી ગોટાળા
સુરતમાં આવકવેરા વિભાગના દરોડામાં રૂ.500 કરોડના હિસાબી ગોટાળા પકડાયા છે. જેમાં સુરતમાં એશ્વર્યા હેલ્થ કેર ગ્રુપના 12 સ્થળે ITના દરોડા પડ્યા છે. પટનામાં ચાલતી 8 કંપનીઓમાં કરોડોના બિન હિસાબી ટ્રાન્જેક્શનો મળ્યા છે. મોરબીમાં સિરામિક ટાઇલ્સના યુનિટમાં પણ તપાસ થઇ છે. તેમાં ચૂટણી બાદ આઇટી એક્શનમાં આવી ગઇ IT દ્વારા પાંચ બેન્ક લોકરો અને જવેરાત જપ્ત કરાયું છે. રોકડ રકમ પણ જપ્ત કરાઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ધો-10ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા
દરોડાની કામગીરી શરૂ કરતા કરચોરી કરનારામાં ફફડાટ
સુરતમાં એશ્વર્યા ગ્રુપના 12 સ્થળોએ આવકવેરા વિભાગે દરોડાની કામગીરી શરૂ કરતા કરચોરી કરનારામાં ફફડાટ ફેલાઇ ગયો છે. 100થી વધુ અધિકારીઓ દરોડાની કામગીરીમાં એસઆરપી બંદોબસ્ત સાથે છે. અંદાજે 500 કરોડના હિસાબી ગોટાળા મળી આવ્યા છે. પાંચ બેન્ક લોકરો અને જવેરાત જપ્ત કરાયું છે. રોકડ રકમ પણ જપ્ત કરાઇ છે. ચૂંટણી બાદ તુરત જ આવકેવરા વિભાગના અધિકારીઓ હરકતમાં આવી જતાં કરચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
દરોડા દરમિયાન ડીજીટલ ડેટા પણ જપ્ત કરાય
તાજેતરમા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસના અધિકારીઓ અંબાજીમાં ડી.કે.ત્રિવેદી મારબલમાં દરોડાની કાર્યવાહી હાથ ધરીને 20 કરોડની કરચોરી પકડી પાડી હોવાના અંદાજે છે. ત્યારે આવકવેરા વિભાગે સુરત અને મોરબીમાં 12 સ્થળે કંપનીના માલિકો અને ડિરેક્ટરોની ઓફિસ અને રહેઠાણે દરોડાની કાર્યવાહી કરીને મોટાપાયે વાધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. દરોડા દરમિયાન ડીજીટલ ડેટા પણ જપ્ત કરાય છે. એશ્વર્યા ગ્રપની કંપનીઓમાં અન્ય સહભાગી કંપનીઓ પણ પટનામાં બનાવેલી છે અને નફો નુકસાન અન્ય કંપનીઓમાં સરભર કરીને ટેકસની ચોરી કરાઇ રહી છે.
એશ્વર્યા ગ્રુપની આઠ કંપનીઓના હિસાબી ગોટાળા
બૈશુ ફાયનાન્સ, સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ. રાઇટસ્ટેપ ડિટેક્ટિવિટી એન્ડ ઇન્ટેલીજન્સ પ્રાઇવેટ લિમિટેડ, રાચી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ, કુલ્હારિયા એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ, અલ્ટકોન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, સ્પેશકો એજીન્સી પ્રાઇવેટ લિમિટે, થ્રીલ ફાયનાન્સ એન્ડ ઇન્વેસ્ટેમેન્ટ લિમિટેડ. જી.કે.કોટન પ્રાઇવેટ લિમિટેડ. (પટના) એશ્વર્યા ગ્રૂપ ઓફ કંપનીના ડાયરેક્ટરો ગુનજીત નાયર,નિરજકુમાર નાયર , શાંતિ શર્મા.