ટોપ ન્યૂઝમધ્ય ગુજરાતવિશેષ

નડિયાદના ટેટૂ આર્ટિસ્ટે ગિરનાર માઉન્ટેઇન રેન્જના જમિયલશા દાતાર શિખર પર જઈને ટેટૂ બનાવ્યું

Text To Speech

વિકી રાજપૂતઃ તમે ઘણાં બધા ટેટૂ આર્ટિસ્ટ જોયાં હશે. કોઈ સ્ટુડિયોમાં બેસીને ટેટૂ બનાવતા હશે તો કોઈ પોતાના ઘરેથી કામ કરતા હશે. તો વળી, કોઈ જે તે વ્યક્તિની અનૂકુળતા પ્રમાણે ટેટૂ કરી આપતા હશે. પરંતુ નડિયાદના એક ટેટૂ આર્ટિસ્ટે ‘ટ્રાવેલ ટેટૂ’નો એક નવો જ ચીલો ચાતર્યો છે. ભારતમાં તો ઠીક, પરંતુ ગુજરાતમાં પણ ટ્રાવેલ ટેટૂ કરનારા બહુ ઓછા આર્ટિસ્ટ છે.

ગુજરાતના પ્રથમ ‘ટ્રાવેલ ટેટૂ’ આર્ટિસ્ટ

આ વાત છે નડિયાદના માઇ મંદિર વિસ્તારમાં રહેતા ટેટૂ આર્ટિસ્ટ અર્જુનસિંહ ઝાલાની. તેમણે થોડાં દિવસ પહેલાં જ જૂનાગઢમાં 2750 ફૂટ ઊંચે આવેલા ગિરનાર માઉન્ટેઇન રેન્જના શિખર જમિયલશા દાતારે જઈને ટેટૂ બનાવ્યું છે. આ સાથે જ તેમણે આટલી ઊંચાઈએ જઈને ટેટૂ કરનારા ગુજરાતના પ્રથમ આર્ટિસ્ટ થવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

‘ઘણાં સમયથી કંઈક અલગ કરવાની ઇચ્છા હતી’

નડિયાદના માઇમંદિર વિસ્તારમાં રહેતા અર્જુન ઝાલા જણાવે છે કે, ‘તેમને કંઈક અલગ જ કરવાની ઇચ્છા હતી તેથી તેમણે દાતાર પર જઈ ટેટૂ બનાવવાનું નક્કી કર્યું. આગળ વાત કરતા તેઓ જણાવે છે કે, હમણાં છેલ્લા ઘણાં સમયથી ટ્રાવેલ ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેમને જોઈને મને દાતારની જગ્યાએ જઈ ટેટૂ બનાવવાની ઇચ્છા થઈ હતી. તેઓ ઇન્સ્ટાગ્રામમાં ‘az_ink_tattoo_’ નામથી પેજ ચલાવે છે’

ગિરનાર પર જઈને ટેટૂ કરવાની ઇચ્છા છેઃ અર્જુન

ટેટૂ આર્ટિસ્ટ અર્જુનસિંહ ઝાલા આ વિશે જણાવતા કહે છે કે, ‘તેમને આર્ટમાં ઘણો જ રસ છે. આજ સુધી ઘણાં આર્ટપીસ તૈયાર કર્યા છે. ત્યારે મને એમ થયું કે હું કંઈક નવું કરું. તો મેં ટ્રાવેલ ટેટૂ કરવાનું વિચાર્યું. બસ પછી તો નીકળી પડ્યો જૂનાગઢ અને ગિરનાર પર ટેટૂ જઈને ટેટૂ બનાવવાનું વિચાર્યું. કમનસીબે હું જ્યારે ગિરનાર ગયો ત્યારે વાવાઝોડું અને વરસાદ બહુ હતા તેથી ત્યાં જ આવેલા બીજા સૌથી ઊંચા શિખર જમિયલશા દાતાર પર જઈને ટેટૂ કર્યું. આમ, મેં જોયેલું એક સ્વપ્ન પૂરું થયું’

પૌરાણિક ભાષાને જીવંત રાખવાનો સંદેશ

વધુમાં તેઓ જણાવે છે કે, ‘સંસ્કૃત શ્લોકનું ટેટૂ કરવાનું કારણ માત્ર એટલું જ કે તે સૌથી જૂની ભાષા છે. સંસ્કૃતને દરેક ભાષાની માતા કહેવામાં આવે છે. તેથી મેં વિચાર્યું કે સંસ્કૃતના ક્વોટનું ટેટૂ બનાવી પૌરાણિક ભાષાને જીવંત રાખવાનો સંદેશ આપવો જોઈએ.’ મહત્વનું છે કે, સંસ્કૃતને દેવભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે.

Back to top button